ગરમ પાણી પીવો તમે રોજ સવારે છો,આયુર્વેદથી જાણી લો તેને પીવાની સાચી રીત કઈ છે.
ગરમ પાણીથી કરો દિવસની શરૂઆત આ ફાયદાઓ મેળવવા માટે ચા કે કોફીને બદલે .
શિયાળાની ઋતુમાં સવારે ઉઠ્યા બાદ ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે. વજન ઘટાડવાથી લઈને કબજિયાત સુધી, તે તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવે છે. આ સાથે તમારી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફાયદાઓ મેળવવા માટે દિવસની શરૂઆત ચા કે કોફીને બદલે ગરમ પાણીથી કરો.
સવારની શરુઆત ગરમ પાણીથી જ કરીએ : શિયાળાની શરુઆત થતાં જ લોકો ગરમ પાણી પીવાનું શરુ કરી દે છે. તો કેટલાક લોકો તો પોતાની સવારની શરુઆત ગરમ પાણીથી જ કરે છે. તો કેટલાક લોકો સવારે ઉઠીને તે ચા અને કોફી પીએ છે. પરંતુ કેટલાક લોકોને જ આ વાતનો ખ્યાલ હશે કે, આર્યુવેર્દમાં રોજ સવારે ગરમ પાણી પીવાના અનેક ફાયદાઓ છે. દિવસની શરુઆત તમે એક ગ્લાસ ગરમ પાણીથી કરો. આવું રોજ કરવાથી તમને અનેક લાભ મળશે. તો ચાલો જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા વિશે. ગરમ પાણી પીતી વખતે તાપમાનનું ધ્યાન રાખો. પાણી વધુ ગરમ હોવું જોઈએ નહિ, વધારે ગરમ પાણીથી તમારું મોઢું બળી શકે છે.
કફની પરેશાની.
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને શરદી રહે છે. ત્યારે જો તમે સવારની શરુઆત ગરમ પાણીથી કરો છો તો. તમારું ગળુ પણ ચોખ્ખું થઈ જશે. કફ દરમિયાન ગળામાં દુખાવાથી પણ રાહત મળશે. તમે નવશેકા પાણીમાં મીઠું નાંખી કોગળા પણ કરી શકો છો.
શિયાળામાં વધુ પ્રમાણમાં આદુવાળી ચા પીતા હોવ તો ચેતી જજોઃ દિવસમાં ૫ ગ્રામથી વધુ આદુનું સેવન હાનિકારક
ગરમ પાણીમાં આ વસ્તુ મિક્સ કરો.
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમારે હેલ્થ સંબંધિત સમસ્યાઓ રહેતી નથી. આ માટે પ્રયત્ન કરો કે, તમે ગરમ પાણીમાં લીબું, ધી કે પછી મધ અથવા હળદર મિક્સ કરી શકો છો.
ગરમ પાણી પીવાના ફાયદા.
ગરમ પાણીમાં લીબું મિક્સ કરવાથી આંતરડા હેલ્ધી રહે છે. જેનાથી વજન પણ ઓછા થાય છે. ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ પણ સારું રહે છે. સવારે ગરમ પાણી પીવાથી પેટ સાથે સંબંધિત સમસ્યાઓ જોવી કે એસિડિટી, કબજીયાત, પેટનો દુખાવામાં પણ રાહત મળે છે. દિવસની શરુઆત ગરમ પાણીથી કરવાથી સ્કિન પણ ગ્લોઈંગ રહે છે.ગરમ પાણી પીવાથી ત્વચા અંદરથી હાઇડ્રેટ રહે છે. ગરમ પાણી પીવાથી શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. ગરમ પાણીનું સેવન તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.