નવીદિલ્હી,
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છેલ્લા કેટલાક સમયથી દિલ્લી જળ બોર્ડ (ડીજેબી) દ્વારા ખોટા પાણીના બિલ મોકલવામાં આવતા હોવાની ફરિયાદો લોકો તરફથી મળી રહી છે. આ ફરિયાદો મળ્યા બાદ સીએમ અરવિંદ કેજવારીએ દિલ્લીના લોકોને સલાહ આપી છે. તેમણે કહ્યુ કે જો તમને લાગે કે પાણીનુ બિલ ગડબડ(વધુ) આવી રહ્યુ છે તો ચૂકવશો નહિ.
સીએમ અરવિંદ કેજરીવાલે પડપડગંજ વિસ્તારમાં દિલ્લી જલ બોર્ડના ૧૧૦ લાખ લિટર ક્ષમતાના ભૂગર્ભ જળાશય અને બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનના ઉદ્ઘાટન દરમિયાન આ વાતો કહી હતી. અહીં બોલતા સીએમ કેજરીવાલે કહ્યું, ’જો પાણીના બિલને લઈને કોઈ સમસ્યા હોય તો ચિંતા કરશો નહીં. દિલ્લી સરકાર ટૂંક સમયમાં આવા ખોટા બિલને સુધારવાની યોજના લઈને આવી રહી છે. જો કે, સીએમ કેજરીવાલે કહ્યુ કે જેમના પાણીના બિલ બરાબર આવ્યા છે તેમણે ભરી દેવા.
તેમણે કહ્યું કે જેમને શંકા છે કે તેમના બિલ યોગ્ય રીતે આવ્યા નથી, તેમણે થોડો સમય રાહ જોવી. અમે ટૂંક સમયમાં પાણીના બિલની વસૂલાત માટે માફી યોજના લઈને આવીશુ. સીએમ કેજરીવાલે બોલતા કહ્યું, ’તેમને ઘણી ફરિયાદો મળી છે કે પાણીનુ બિલ આડેધડ આવી રહ્યું છે. દિલ્લીમાં પાણીના બિલની સમસ્યા છે. વૉટર બોર્ડની અંદર કેટલીક સમસ્યા છે, જેના કારણે ગડબડ થઈ રહી છે. આવી સ્થિતિમાં તેમણે દિલ્લીની જનતાને કહ્યુ કે તમે લોકો ચિંતા ન કરો, અમે તમારી સમસ્યાઓ હલ કરીશુ.
આ દરમિયાન સીએમ કેજરીવાલે પણ કેન્દ્ર સરકાર પાસે પાણી વધારવાની માંગ કરી હતી. તેમણે કહ્યુ કે દિલ્લીની વધતી વસ્તીને યાનમાં રાખીને દિલ્લીને પાણીનો પુરવઠો વધારવો જોઈએ. હાલમાં દિલ્લીને લગભગ ૮૦૦થી ૮૫૦ એમજીડી પાણી મળી રહ્યું છે. જો ૧૩૦૦ MCD પાણી ઉપલબ્ધ થાય તો અમે દરેક ઘરને ૨૪ કલાક પાણી પહોંચાડી શકીશુ. જો કેન્દ્ર સરકાર થોડો સંકેત આપે તો દિલ્લીને પડોશી રાજ્યોમાંથી વધુ પાણી મળી શકે છે.
દિલ્લીમાં પાણીની ઉપલબ્ધતાની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા દિલ્લીના સીએમ કેજરીવાલે કહ્યુ કે ૧૯૯૭-૯૮ની આસપાસ કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્લી માટે ૮૦૦-૮૫૦ MCD પાણી નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયે દિલ્લીની વસ્તી ૮૦ લાખની આસપાસ હતી, જે આજે વધીને ૨.૫ કરોડ થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં દિલ્લીનો પાણી પુરવઠો વધારવામાં આવ્યો નથી. લોકોની રોજીંદી જરૂરિયાત માટે પાણીની માંગ પણ વધી છે. દિલ્લી દેશની રાજધાની છે. દિલ્લીને યમુના અને ગંગામાંથી વધુ પાણી મળવુ જોઈએ.