રાજકોટ, રાજકોટમાં મહાનગરપાલિકાઓમાં અનેક વિસ્તારનો સમાવેશ તો થઇ ગયો છે, પરંતુ તેઓ હજુ પણ રસ્તા, પાણી અને વીજળી માટે સંઘર્ષ કરી રહ્યાં છે. શહેરના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમાં વિસ્તારમાં ત્રણ વર્ષ થયા પરંતુ પાણીની લાઇન નથી મળી.
સમગ્ર વિસ્તારમાં ટેક્ધર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. જો કે તેમાં પણ ઉદાસીનતા જ છે, કેમ કે બે દિવસે એક વખત ટેક્ધર આવે છે જેથી લોકોને પુરતુ પાણી નથી મળી રહ્યું. નળની લાઇન માટે લોકોએ માગ કરી છે પરંતુ હજુ તેમની માગ પૂર્ણ થઇ નથી, તો બીજી તરફ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યા સુધી પાણી નહીં ત્યાં સુધી મત નહીં.
તો આ તરફ આરએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સોસાયટીની પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા છે, સાથે જ આશ્ર્વાસન આપ્યું છે કે ટેક્ધરથી પાણી આપવામાં આવે છે તે જરૂર જણાશે તો વધારવામાં આવશે અને વહેલી તકે લોકોની સમસ્યાનું સમાધાન લાવવા ખાતરી આપી છે.