પાણી મુદ્દે ગરબાડાવાસીઓ આકરા પાણીએ ગરબાડાના વાસીઓને સમયસર પાણી ન મળતા ગ્રામજનોએ પંચાયત ખાતે જઈને માટલું ફોડી વિરોધ નોંધાવ્યો

  • ગામની મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત ખાતે જઈને હાય..રે સરપંચ હાય ..રે સરપંચ હાય ના નારા લગાવ્યા.

ગરબાડા\ આકરો ઉનાળો ચાલી રહ્યો છે, તેમાં ગરબાડા વાસીઓને પાણીની સુવિધા ન મળતા આખરે ગરબાડાવાસીઓ પાણી મુદ્દે આકરા પાણીએ આવ્યા હોય તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે. નગરમાં નિયમિત રીતે પાણી ન મળતા આખરે પાણીના સપ્લાયના મુદ્દે અનિયમિતતા સહિતનાં મુદ્દાઓને લઈ ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે પહોંચી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર મેન બજારમાં પાણી એક મહિનામાં બે થી ત્રણ વાર આપવામાં આવે છે અને એ પણ માત્ર 15 થી 20 મિનિટ આપવામાં આવે છે, તેમજ પોતાના ઘરથી પાણીના મોંઘા ભાવના ટેન્કરો નખાવા પડે છે અને આ ગ્રામ પંચાયત અને પાણીના ટેન્કરની મીલી ભગતના કારણે ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવા આક્ષેપો કરી રહ્યા હતા. સાથે સાથે નળ શે જળ યોજના છ મહિનામાં ચાલુ કરી દેવાના દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ તે વાત ને પણ એક વર્ષ જેટલું વિથ યુ છે તેમ છતાં હજી સુધી ગરબાડા વાસીઓને નળ યોજનાનો લાભ મળ્યો નથી. તેમ જણાવ્યું હતુ.

અત્રે ઉલ્લેખ છે કે, ગરબાડા નગરમાં ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે પાણીની અનિયમિતતા આવતા પાણીની સમસ્યા ઊભી થઈ છે. તો આખા વિસ્તારમાં હેડ પંપ કે પીવાના પાણી માટે બોર પણ કરવામાં આવ્યો નથી. હાલ આકરો ઉનાળો ચાલી રહ્યો છે તેવા સંજોગોમાં ગરબાડાવાસીઓને સમયસર પાણી ન મળતા છેલ્લા કેટલાય સમયથી જળ સંકટ માટે જજુમી રહેલા ગ્રામજનો સામુહિક રીતે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા પહોંચતા ત્યાં એક પણ પંચાયતના કર્મચારી જોવા મળ્યા ન હતા. ત્યારે આજરોજ માતા અને બહેનો દ્વારા ગરબાડા નગરમાં મેન બજાર વિસ્તારમાં સમયસર પાણી ન મળતા તેમજ જે પાણી આપવામાં આવે છે, તે એક મહિનામાં બે વાર આપવામાં આવે છે અને એ 15 મિનિટ સુધી જ આપવામાં આવે છે, તેમજ પોતાના ખર્ચે મોંઘા ભાવના પાણીના ટેન્કરો નખાવા પડે છે. આ બાબતની જાણ પંચાયતને અનેકવાર કરવામાં આવી છે તેમ છતાં તેઓનો કોઈપણ સાંભળવા તૈયાર નથી. જેને લઇને આજે ગરબાડા નગરની માતા અને બહેનો માટલું લઈને ગરબાડા ગ્રામ પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને હાય…રે… સરપંચ ..હાય.. હાય.. રે… પંચાયત હાય હાયના નારા લગાવ્યા હતા અને પંચાયતના પટાણ ગણમાં જ માટલું ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે પાણી ન મળવાના કારણે તેમના ઘરના છોકરાઓને લગ્ન કરવા માટે છોકરીઓ પણ આપતા નથી અને પંચાયત દ્વારા પાણી આપવામાં આવતો નથી તો વેરો કેમ ઉઘરાવે છે. તેવા આક્ષેપો કર્યા હતા અને એની સાથે જ આ બાબતે ગરબાડા મામતદારને પણ આવેદનપત્ર આપી પોતાનાં પાણીના વિકટ પરિસ્થિતિની રજૂઆત કરી હતી.