પાણી માટે યુદ્ધની તૈયારીમાં ચીન: ચીન અરુણાચલથી ૩૦ કિમી દૂર સૌથી મોટો બંધ બનાવી રહ્યું છે,ભારત-બાંગ્લાદેશમાં આર્ટિફિશિયલ ફ્લડ નું જોખમ

ઇટાનગર,

બ્રહ્મપુત્રા નદીના પ્રવાહને મનમાની રીતે ટર્ન આપવાનું કામ ૧૧ વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ આ વખતે ચીને મોટી ચાલ ચાલી છે. અરુણાચલમાં એલએસીથી માત્ર ૩૦ કિ.મી દૂર સૌથી મોટો બંધ બનાવી રહ્યું છે. આ ચીનના હાલના સૌથી મોટા થ્રી-જોર્જ ડેમથી પણ થોડો મોટો બંધ હશે. આ ૧૮૧ મીટર ઊંચો અને અઢી કિમી પહોળો હશે. લંબાઇની જાણકારી હજુ સ્પષ્ટ કરી નથી. ૬૦,૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતાનો આ ડેમ મેડોગ બોર્ડરની પાસે બનશે. અહીંથી બ્રહ્મપુત્રા ભારતમાં પ્રવેશ કરે છે.

ચીનની ચાલને જોઇને કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્રા પર પ્રસ્તાવિત ૩ પરિયોજનાઓને ઝડપથી પૂરી કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. આ પરિયોજના અંતર્ગત ૪ મોટા બંધ બનશે. એક પ્રોજેક્ટને હજી કેન્દ્ર સરકારના અલગ-અલગ મંત્રાલયોથી મંજૂરી મળવાની બાકી છે.સૂત્રોના અનુસાર, થોડા દિવસોમાં પર્યાવરણ સંબંધી બધી જરૂરી મંજૂરી પણ મળી જશે. કારણ કે ચીન પાણી માટે યુદ્ધના યુદ્ધથી નુક્સાન પહોંચાડી શકે છે. આ પરિયોજનાનો ૩ સાલમાં પૂરું કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જે બે પરિયોજના પર કામ ચાલી રહ્યું છે, સુરક્ષાનાં કારણોને લીધે તેનો સ્ટેટસ રિપોર્ટ સાર્વજનિક નથી કરી શકાતો.

ચીને બ્રહ્મપુત્રા નદી પર સૌથી મોટા પ્રોજેક્ટ જાંગમૂમાં બનાવ્યો છે. તિબેટનાં ૮ શહેરોમાં પણ ચીન ઝડપથી બંધ બનાવી રહ્યું છે. કેટલાક બની ચૂક્યા છે. આ શહેરો છે- બાયૂ, જિશિ, લાંગ્ટા, દાપ્કા, નાંગ, ડેમો, નામ્ચા અને મેતોક. દુનિયાની સૌથી ઊંચી નદી બ્રહ્મપુત્રા પૂર્વોત્તર ભારતના રસ્તે બાંગ્લાદેશ થતી સમુદ્રને મળે છે. આ દરમિયાન તે ૮,૮૫૮ ફૂટ ઊંડી ઘાટી બનાવે છે, જે અમેરિકાની ગ્રૈન્ડ કેનયોનથી બે ગણી ઊંડી છે. ભારત-બાંગ્લાદેશની ચિંતા એ છે કે ચીન કોઇ પણ સમયે ડેમના દરવાજા ખોલીને આર્ટિફિશિયલ લડ લાવી શકે છે.

સબનસિરી જળવિદ્યુત પરિયોજના આસામ અને અરુણાચલની બોર્ડર પર સુબનસિરી નદી પર નિર્માણાધીન ગ્રેવિટી બંધ છે. સુબનસિરી નદી તિબેટ પઠારથી નીકળે છે અને અરુણાચલમાં મિરી પહાડોની વચ્ચેથી ભારતમાં પ્રવેશ કરે છે. સુબનસિરી જળવિદ્યુત પરિયોજનાની બે એકમો લગભગ તૈયાર થઇ ચૂક્યા છે.પરિયોજનામાં કામ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ બતાવ્યું કે અહીં આ વર્ષેના મધ્ય સુધીમાં ૨૦૦૦ મેગાવોટ વીજળી રોજ પેદા થશે. આ બંધમાં ૧૩૬૫ મિલિયન ઘન મીટર જળ ભંડારની ક્ષમતા હશે.બંધ ૧૬૦ મીટર ઊંચો બનાવવામાં આવી રહ્યો છે. આ પૂર રોકવામાં કારગર હશે. હકીક્તમાં ગ્રેવિટી બંધનું નિર્માણ ક્રોંકીટ કે સિમેન્ટથી કરવામાં આવે છે. જરૂરત પડવા પર બહુ ઓછા સમયમાં આને ખાલી પણ કરી શકાય છે. આનાથી સિંચાઇ પણ સંભવ છે.

આ અરુણાચલ પ્રદેશ જળવિદ્યુત પરિયોજનાને આધીન છે. તેમાં ૧૧ હજાર મેગાવોટ વિદ્યુત તૈયાર કરી શકાશે. કુલ ૮૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ પશ્ર્ચિમ કામેંગ જિલ્લામાં ૮૦ કિમીના ક્ષેત્રમાં બની રહી છે. વીજળી પેદા કરવા માટે ૧૫૦ મેગાવોટના ચાર યુનિટવાળા બે બંધ બનાવવામાં આવી રહ્યા છે. વિશેષજ્ઞની કમિટીએ હાલમાં જ ૨૮૮૦ મોગાવોટની પરિયોજનાની ફાઇનલ ફિઝિબિલિટી રિપોર્ટ જળ સંસાધન મંત્રાલયને સોંપી દીધી છે. તેને જલદી મંજૂરી મળી શકે છે. આ પરિયોજના અરુણાચલ પ્રદેશ અને આસામમાં પૂર નિયંત્રણમાં સહાયક થશે. આના બન્યા પછી પૂરની સૂટના ૨૪ કલાક પહેલાં પ્રાપ્ત કરી શકાશે.