પાણી જન્ય રોગોને નોતરૂં આપતા બિનઆરોગ્યપ્રદ ઠંડા પીણાંનો બેફામ વેપલો

  • ઠંડા પીણાંના ભળતા નામો થી થઈ રહ્યું છે બેફામ વેચાણ.
  • લોકોના આરોગ્ય સાથે થતા ચેડા આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં.

દાહોદ,ગુજરાતી ઓ ખાવા પીવાના કેટલા શોખીન છે, પરંતુ કેટલાક ખાણીપીણીનો ધંધો કરનારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે હાલ દાહોદ જિલ્લા સહીત સમગ્ર પંથકમાં લગ્નસારા સિઝીન સાથે ઉનાળા એ પણ જમાવટ કરી છે. ત્યારે ફતેપુરા નગર માં બીનઆરોગ્યપ્રદ ઠંડા પીણાંના ઠેર ઠેર ચાલતી હાઠડિયો આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં આરોગ્ય વિભાગ કયારે જાગશે એન આવા વેપારીઓ પર કાર્યવાહી કરશે? કે પછી કોઈ અણબનાવની રાહ જોઈને બેઠું છે?

ફતેપુરા નગરના મુખ્ય મથક તેમજ બલૈયા, સુખસર જેવા પંથકના બજારોમાં ઠેર ઠેર કમળો અને કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળે તેવા બિન આરોગ્યપ્રદ ખાણ – પીણી સેન્ટરો બેફામ ધમધમી રહ્યા છે. ત્યારે તેની પાછળ જવાદાર આરોગ્ય તંત્ર તેમજ જવાદાર અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલી રહેલા આ કારોબારને ક્યારે દામશે તે તો આવનાર સમય જ બતાવશે. ગંભીર બેદરકારીના કારણે શહેર અને તાલુકામાં પાણીજન્ય રોગાચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. ફતેપુરા શહેર અને તાલુકા મથકો ઉપર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

ફતેપુરા શહેર સહીત તાલુકામાં કેટલાય શેરડીના રસ અને જ્યુસ સેન્ટરો ધમધમી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્રના જવાબદાર અધિકારીઓ કુંભકરણ નિંદ્રામાં નિદ્રા લઇ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. કાળઝાલ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતાની સાથે જ્યુસ સન્ટરો, આઇસ્ક્રીમ પાર્લરો, શેરડીના રસના કોલા, પાણી-પુરી-પકોડી, દાબેલી, ઠંડા-પીણાં, લસ્સી, બરફની પાટો અને બદામશેકના નાના-મોટા વેપારીઓની હાટડીઓ ઠેર-ઠેર બિલાડીના ટોપાની માફક ધમધમવા લાગ્યા છે. પાણી-પુરી, બરફના ગોળા વાળા, જ્યુસ સેન્ટરો અને આઇસ્ક્રીમ પાર્લરોની સંખ્યા પણ ઓછી નથી.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતી પ્રજાના આરોગ્ય સાથે અમુક વેપારીઓ ચેંડા કરી રહ્યાં હોવાનું ચર્ચાય રહ્યું છે. દાહોદ જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગના અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા ન્યાયિક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. તેમ શહેરનાં આગેવાનો જણાવી રહ્યાં છે. શહેર અને તાલુકા મથકો ઉપર ધમધમતી ઠંડા પીણાની લારી”અને અખાધ્ય પદાર્થો વેચવાવાળા “ઉપર આરોગ્ય તંત્ર કોઇ પણ જાતનું નિયંત્રણ લાદી શક્યુ નથી. રોગચાળામાં ભરડામાં સપડાય તેવી શક્યત” નકારી શકાય તેમ નથી. જો રોગચાળો ફેલાશે તો તેની પાછળ આરોગ્ય તંત્રની બેદરકારી કારણભૂત રહેશે.

લોકમુખે ચર્ચાઓ મુજબ પ્રજાની આરોગ્ય અને સુખાકારીની જવાબદારી આરોગ્ય વિભાગની હોય છે, પરંતુ જે કર્મચારીના માથે હોય તે પૈકીના મોટા ભાગના કર્મચારીઓ આવા લારી ગલ્લા સંચાલક સાથે સાઠગાંઠ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નિર્દોષ પ્રજાજનો સ્વાદના ચટાકામાં ફસાયા હોવાના કારણે હલકીકક્ષાની ચીજવસ્તુઓ પ્રજાજનો પેટમાં પધરાવી રહ્યાં છે. ત્યારે રોગચાળો ફેલાવવાની દહેશત વધી રહી છે.