પંચમહાલ જિલ્લામાં આવેલું ગ્રામપંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 460 જેટલા કર્મીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તેઓની વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને લેખિતમાં રજુઆત કરી હતી. પંચમહાલ જિલ્લામાં આવેલી 487 ગ્રામપંચાયતોમાં છેલ્લા 10 વર્ષ ઉપરાંતના સમયથી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે 460 કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. તેઓ હાલ કમિશન પર કામગીરી કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે તેઓએ માંગ કરી હતી કે સરકાર દ્વારા તેમને કમિશન પ્રથા બંધ કરવામાં આવે અને પગાર આપવામાં આવે.
જ્યારે હાલ સરકાર દ્વારા કોરોના મહામારીના સમયમાં સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ સરકારી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અરજદારોના સીધા સંપર્કમાં આવતા હોઈ અન્ય સરકારી કર્મચારીઓની જેમ કોરોના વીમા કવચ પૂરું પાડવામાં આવે તેમજ અગાઉ કરેલ કામગીરીના નાણાં પણ હજુ ચુકવવામાં આવ્યા નથી ત્યારે આ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા સરકાર પાસે પોતાની માંગણીઓ સંતોષવા માટે રજુઆત કરી હતી