પંચમહાલ છોટા ઉદેપુર ના સરહદી ગામ ભીખાપુરા ખાતે બસમાં પતિએ જાહેરમાં તેનીજ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા.

પંચમહાલ છોટા ઉદેપુર ના સરહદી ગામ ભીખાપુરા ખાતે રૂંવાડાં ઊભાં કરી દેતી ઘટના સામે આવી છે, જેમાં મહિલાને તેના જ પતિએ ભરબપોરે જાહેરમાં ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. મૃતક મહિલા બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તે પાવી જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં ફરજ બજાવતી હતી. એ દરમિયાન સુરત પોલીસમાં ફરજ બજાવતો તેનો પતિ હત્યાની તૈયારી સાથે ભીખાપુર આવી પહોંચ્યો હતો. ત્યારે બસ ભીખાપુર પહોંચતાં જ તે દોટ મૂકી બસમાં ચઢ્યો અને પત્ની કાંઈ વિચારે એ પહેલાં જ તેના પર ચપ્પાના ઘા મારવા લાગ્યો હતો, જેમાં મહિલાને ગળાના ભાગે, પગમાં, પેટમાં તેમજ હાથની નસ કાપી નાખતાં બસમાં જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ભાગવા જતાં લોકોએ પકડી પાડ્યો હતો. એ બાદ કદવાલ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી પાડ્યો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

હત્યારો પહેલાંથી જ બસની રાહમાં હતો પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ-કંડક્ટર તરીકે નોકરી કરતાં હતાં. તેમનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. એ દરમિયાન મૃતક મંગીબેન પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસમાં કંડક્ટર તરીકે ફરજ પર હતાં. ત્યારે બપોરના સમયે બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. એ દરમિયાન ચોકડી પર પહેલાંથી જ હત્યા કરવાના ઇરાદે પહોંચેલા પતિએ બસના પેસેન્જર ઊતરી જતાં ચપ્પા સાથે દોડીને બસમાં ચઢી ગયો હતો. મૃતક મહિલા કાંઈ વિચારે અને બોલે એ પહેલાં જ પોતાની પત્નીને ચપ્પુના ઉપરાછાપરી ગળા, પગ, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાખીને કરપીણ હત્યા કરી હતી. એ બાદ હત્યારો પતિ ત્યાંથી ભાગવા જતાં હાજર લોકોએ તેને ઝડપી પાડીને કદવાલ પોલીસને જાણ કરી હતી.