
બાલાસીનોર, બાલાસિનોરના પાંડવાની વી. ડી માયાવંશી વિદ્યાલયમાં છેલ્લા 31 વર્ષથી ફરજ નિભાવી વય નિવૃત થતા નવીનભાઈ પટેલનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આચાર્ય જીતેન્દ્રકુમાર અમીન દ્વારા નિવૃત્ત શિક્ષકની કામગીરીની પ્રસંશા કરી હતી. કાર્યક્રમમાં મહંત શંભુનાથાજી બાપુ, સાસંદ રતનસિંહ રાઠોડ સહિતે શાલ અને ભેટ આપી શુભેચ્છાઓ આપી હતી.