પંચમહાલ જીલ્લામાં 152 રૂટ ઉપર વિધાનસભાના ઉપાધ્યક્ષ,મંત્રી સહિત જન પ્રતિનિધિઓ,પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો

  • આંગણવાડી અને બાલવાટિકામાં 17041 જયારે ધોરણ 1માં 3545 બાળકોને કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવામાં આવી રહયો છે.

ગોધરા, ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જીલ્લામાં તારીખ 12/06/2023 અને13/06/2023 નારોજ યોજાઈ રહેલ છે. તેમાં ઉપાધ્યક્ષ (ગુજરાત વિધાનસભા), મંત્રી પંચાયત અને કૃષિ રાજયકક્ષાના, સાંસદપંચમહાલ, ધારાસભ્યઓ ગોધરા, કાલોલ, મોરવા હડફ અને હાલોલ, પ્રમુખજીલ્લા પંચાયત, અધ્યક્ષ તેમજ સભ્યઓ જીલ્લા પંચાયત, રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીઓ તેમજ અત્રેના જીલ્લાના કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, એસ.પી., તાલુકાના પદાધિકારીઓ અને જીલ્લા તથા તાલુકાના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પદાધિકારીઓ તથા એસ.એમ.સી.ના તમામ હોદ્દેદારો દ્વારા જીલ્લાના તમામ 152 રૂટ ઉપર ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દરમ્યાન આંગણવાડી, બાલવાટિકાના 17041 પ્રવેશપાત્ર ભૂલકાંઓ તથા ધોરણ-1 માં 3545 બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.