પંચમહાલ જીલ્લાની 18 લોકસભા બેઠકનું નસીરપુર ઈજનેરી કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે.

ગોધરા,પંચમહાલ જીલ્લાની 18 લોકસભા બેઠક ઉપર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 7મી મેના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે આગામી 04/06/2024ના રોજ ગોધરા તાલુકાના નસીરપુર ગામે આવેલ ઇજનેરી કોલેજ ખાતે સવારે 8-00 વાગ્યાનથી મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને લઈને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈને કલેકટર કચેરી સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

જેમાં જીલ્લા ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 18-પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્તારર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ 155 રાઉન્ડ માં મતગણતરી યોજાશે.જેમાં કુલ 11,16, 171 ઇ.વી.એમ.ના મતો અને 15,972 પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે જ્યારે અત્યારસુધી 708 સર્વિસ વોટર નોંધાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે,સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં 14 ટેબલની વ્યહવસ્થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્ઝ ર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરી માટે કુલ 540થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.કાયદો અને વ્યસ્થા માટે ત્રણ લેયરમાં સિક્યુરિટી ગોઠવવામાં આવશે. જે માટે 5 ડી.વાય.એસ.પી,10 પી.આઈ,384 પોલીસ જવાનો તથા 35 સી.આઇ.એસ.એફ અને એસ.આર.પી. જવાનોની ફાળવણી કરવામાં આવી છે.

એક વિધાનસભા મત વિસ્તાંર દીઠ 14 ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળી કુલ 98 ટેબલ ઈ.વી.એમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગથી 37 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે.18-પંચમહાલ લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્ડટની વિગતો અંગે જણાવ્યું કે, 119- ઠાસરા વિધાનસભા માટે 22 રાઉન્ડમ, 121-બાલાસિનોર માટે 24 રાઉન્ડગ, 122 લુણાવાડા માટે 26 રાઉન્ડઅ, 124 શહેરાના 21 રાઉન્ડ , 125 મોરવા હડફના 18 રાઉન્ડે, 126 ગોધરાના 21 રાઉન્ડન અને 127 કાલોલના 23 રાઉન્ડા મળીને કુલ 155 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.

શહેરા મામલતદાર અને પાલિકાએ નાકા રોડ ઉપર સો મીલ અને લાકડાના પીઠા મળી બે એકમો સીલ કરાયા

મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે પંચમહાલ જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જીલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારે પૂર્વ તૈયારીઓને લઈને સબંધિત અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજીને ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ વિવિધ કામગીરીની સોંપણી કરાઈ છે. જેમાં મેડીકલ ટીમ અને નગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે.આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડો.પી.કે.ડામોર, નાયબ માહિતી નિયામક પારૂલ મણિયાર સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.