પંચમહાલ જિલ્લા કલેકટર કચેરીમાં જમીનની બિનખેતીની પરવાનગી મેળવવાના કેસમાં કોઈ કાર્યવાહી ન કરાતા તર્કવિતર્ક

  • કોૈભાંડ સામે આવ્યાના એક વર્ષ બાદ કલેકટર કચેરી માત્ર જમીનની તબદીલી ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો

ગોધરા, પંચમહાલ જિલ્લા કલેકટર કચેરીમાં બનાવટી દસ્તાવેજો રજુ કરીને જમીનની બિન ખેતીની પરવાાનગી મેળવી હોવાનુ બહાર આવતા જિલ્લા કલેકટર કચેરી દ્વારા ગત તા.5 જુને ગેરરિતી કરાયેલ જમીનની વારસાઈ, ગીરો, બક્ષિસ, કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે.

પંચમહાલ કલેકટર કચેરીમાં અબ્દુલ રહીમ અબ્દુલ સત્તાર ફોદા(રહે.નદીપાર, ગોન્દ્રા, ગોધરા)તેમજ અન્ય 17 જમીનના માલિકોએ ભેગા મળીને પોતાની ગોૈચર કસ્બામાં આવેલી સ.નં.-430/2/2ની જમીન તા.08/02/2012ના રોજ નગર નિયોજક કચેરી પાસેથી લેઆઉટ પ્લાન મંજુર કરાવી બિનખેતીની મંજુરી લીધી હતી. જે જમીનની એન.એ.પ્રક્રિયામાં વડોદરાના વાઘોડિયા રોડ, પિતાંબર કોમ્પ્લેક્ષની પાછળ આવેલી મુરલીધર કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા આકૃતિ ક્ધસલ્ટન્ટના પ્રોપરાઈટર બિપિન એસ.જયસ્વાલની સહી વાળો મંજુર કરાયેલ નકશો મુકયો હતો. આ જમીન સંબંધે રીવીઝન તકરારી કેસની કાર્યવાહી કલેકટર કચેરીમાં ચાલતી હતી ત્યારે બિપીન જયસ્વાલને તેમની સહી વાળો નકશો મુકયો હોવાની જાણ થતાં તેઓ ગોધરા દોડી આવ્યા હતા. અને તા.23/08/2023ના રોજ તેમના લેટરપેડ ઉપર કલેકટર કચેરીમાં વિવાદી જમીનના કેસમાં મુકાયેલા નકશામાં તેમના નામની બનાવટી સહી અને સિકકાનો ઉપયોગ થયો હોવાની લેખિત જાણકારી