પંચામૃત ડેરીની ચિત્ર સ્પષ્ટ બે ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચાયું

  • કડાણા અને મોરવા (હ) ના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાયું.
  • તમામે તમામ ૧૮ બેઠકો બિનહરીફ વિજેતા જાહેર.
  • આગામી પંચામૃત ડેરીની ચેરમેન ચુંટાશે.

ગોધરા,
પંચમહાલ-દાહોદ-મહિસાગર જીલ્લાની દુધ ડેરી પંચામૃત ડેરીની ચુંટણીમાં આજે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થતાં તમામે તમામ ૧૮ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. બે તાલુકાના ઉમદવારોઅ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ત્યારે ચુંટણીમાં ઘણી અનિતિ અપનાવાઈ હોવાના આક્ષેપો સભાસદો કરી રહ્યા છે.
શુક્રવારે પંચામૃત ડેરીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંચમહાલ-દાહોદ-મહિસાગર જીલ્લાની મોટામાં મોટી સહકારી સંસ્થા ગણાતી પંચામૃત ડેરીનું ચુંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરતાં રાજકીય ગરમાવો વ્યાપ્યો હતો. પહેલેથી જ ત્રણેય જીલ્લાના પ્રતિનિધિ નકકી હતી. માત્ર ચુંટણી ઔપચારિકતા બાકી હતી. ફોર્મ ભરોને પરત ખેંચો અને છૈલ્લા બિનહરીફ વિજતા જાહેર થાય તેવો અભિગમ સત્તાધીશો માની રહ્યા છે. ત્રણ જીલ્લા વચ્ચે હજારોની સંખ્યામાં દુધ સભાસદો છે. અને સહકારી દુધ મંડળી મારફતે દુધ ભરીને આવક રળી રહ્યા છે. અને માસિક આવક ઉપર પોતાનું જીવાન નિર્વાહ કરી રહ્યા છે. આવી ત્રણ જીલ્લા વચ્ચેની પંચામૃત ડેરીમાં શુદ્ધ વહિવટ હસ્તગત કરવા માટે હોડ લાગે છે. શુક્રવારના રોજ આખરી ચિત્ર સ્પષ્ટ કરવાની જાહેરાત કરવાની હતી. પ્રાંત અધિકારી દ્વારા દિવસો સુધી અનેક શામ-દામ-દંડ નીતિ મુજબ અપનાવાયેલી કુમુકિત આધારે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. જેમાં મોરવા(હ)ના પટેલ ગીતાબેન સુખદેવકુમાર તથા કડાણા તાલુકાના પટેલ જયંતિભાઈ દલાભાઈનો સમાવેશ થાય છે. છેલ્લે ચિત્ર પ્રમાણે શું બેઠકો બિનહરીફ જાહેર થઈને પુન: ભાજપાએ ભગવો લહેરાયો છે અને મંડળની મળનાર બેઠકમાં ચેરમેનપદની ચુંટણી યોજાઈને ઉમેદવારનું નામ જાહેર થનાર છે.