પંચમહાલ જિલ્લાના ચાર પોલીસ મથક દ્વારા પકડાયેલા 1.28 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

પંચમહાલ જિલ્લામાં સમાવેશ થતા ચાર પોલીસ મથક દ્વારા કાર્યવાહી દરમિયાન પકડેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, ગોધરા તાલુકા નજીક આવેલા ભેખડીયા ગામે ગોધરા પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પકડવામાં આવેલો અંદાજે 1,28,78,652 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

પંચમહાલ પોલીસ દ્વારા જિલ્લાના ગોધરા એ અને બી ડિવિઝન, ગોધરા તાલુકા અને કાકણપુર પોલીસ મથકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી આજ રોજ ગોધરા નજીક આવેલા ભેખડીયા ગામે હાથ ધરવામાં આવી હતી. આ ચાર પોલીસ મથકોએ અત્યાર સુધીમાં રૂ.1, 28,78,652 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેનો નાશ કરાયો હતો.

આ સમગ્ર પ્રક્રિયામાં ગોધરા પ્રાંત અધિકારી અને મામલતદાર નાયબ મામલતદાર તેમજ ગોધરા DYSPની ટીમ ખડેપગે હાજર રહી હતી. ત્યારે જિલ્લામાં પ્રોહીબિશનના અલગ અલગ ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂની અંદાજિત 102,300 જેટલી નાની મોટી પેટીઓનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. જે માટે ગોધરા તાલુકાના ભેખડીયા ગામે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.