પંચમહાલની બે નગરપાલિકાનું રિઝલ્ટ:હાલોલમાં 21 બિનહરીફ સાથે ભાજપની ભવ્ય જીત; કાલોલમાં 10 સીટ પર અપક્ષનો વિજય

હાલોલ અને કાલોલ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીઓમાં હાલોલના 6 વોર્ડના 15 સભ્યની ચૂંટણી માટે 26 ઉમેદવારનું ભાવિ 36 બેલેટ મશીનમાં સિલ થયું હતું. તો કાલોલ પાલિકાના 7 વોર્ડના 21 સભ્ય માટે 57 ઉમેદવારનું ભાવિ 30 બેલેટ મશીનમાં સિલ થયું હતું.

આજે સવારે હાલોલની વી.એમ કોલેજ ખાતે અને કાલોલની એમ.એમ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલોલમાં સવારે 9 કલાકે સ્ટ્રોંગ રૂમમાંથી બેલેટ મશીનોને મત ગણતરી માટે બહાર કાઢવામાં આવ્યા હતા અને ગણતરી માટે તૈયાર કરવામાં આવેલા 7 ટેબલ પર લાવી, વોર્ડના ક્રમાંક મુજબ મત ગણતરી શરૂ કરવામાં આવી છે.

હાલોલ નગરપાલિકાના ત્રણ વોર્ડ બિનહરીફ રહેતા 06 વોર્ડમાં 36 મતદાન મથકમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.જેમ કિલ 9 વોર્ડ માં 36 બેઠકોમાં 34 બેઠકો ભાજપ દ્વારા જીતી છે અને અન્ય 2 બેઠકો અપક્ષ એ જીતી છે.

કાલોલમાં પણ સવારે મત ગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યાં 7 વોર્ડ માટે 30 મતદાન મથકો હતા, જ્યાં પણ વોર્ડ ક્રમાંક મુજબ મત ગણતરી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.જેમાં કુલ 28 બેઠકો માટે મતદાન થયું હતું અને 18 બેઠકો પર ભાજપ ની જીત થઇ છે ત્યારે 10 બેઠકો અપક્ષ ઉમેદવારો ની જીત થઇ છે.

કાલોલ નગરપાલિકા વોર્ડનું જીતેલા ઉમેદવારોનું લિસ્ટ

વોર્ડ નં.1
અંજનાબેન રોહિત કુમાર પારેખ ભાજપ 1094
સેફાલી અંકુરભાઈ ઉપાધ્યાય ભાજપ 1412
હરિકૃષ્ણકુમાર કંચનભાઈ પટેલ ભાજપ 1159
રાત્રીબેન કિરીટકુમાર પટેલ અપક્ષ 998

વોર્ડ નંબર 2
પારુલ બેન સંજયભાઈ પંચાલ ભાજપ 653
જ્યોત્સનાબેન રાજુભાઈ બેલદાર ભાજપ 1036
આશિષકુમાર સુંદરલાલ સુથાર ભાજપ 930
મોનલબેન આશિષકુમાર જોશી અપક્ષ 859

વોર્ડ નંબર 3
રાધાબેન મહેશકુમાર રાણા ભાજપ બિનહરી
ધર્મિષ્ઠાબેન પ્રજ્ઞેશકુમાર પટેલ ભાજપ 882
ગૌરાંગ કુમાર છબીલદાસ દરજી ભાજપ બિનહરીફ
પ્રતીક અશોકકુમાર ઉપાધ્યાય ભાજપ 1030

વોર્ડ નંબર 4
મીનાબેન કરસનભાઈ સુથારીયા અપક્ષ 1260
સાયરાબીબી અબ્દુલસલામ કનોડીયા અપક્ષ 1248
હર્ષદ પુરી અર્જુનપુરી ગોસાઈ અપક્ષ 1309
અબ્દુલ સલામ ઈસુબ કોશિયા અપક્ષ 1220

વોર્ડ નંબર 5
નફીસા બાનુ મહંમદ હનીફ મન્સૂરી અપક્ષ બિનહરીફ
સમીમાંવાનુ મોહમ્મદ રફીક શેખ ભાજપ બિન હરીફ
હસમુખભાઈ બાબુલા બાબુભાઈ મકવાણા ભાજપ 1148
કમલેશ કુમાર વાડીલાલ પંચાલ ભાજપ 1422

વોર્ડ નંબર 6
રૂકસાદબાનું અમીરુદીન શેખ અપક્ષ 1598
મહેબુદા બીબી ગુલામ રસુલ પઠાણ અપક્ષ 1471
મહંમદહનીફ અબ્દુલગની મનસુરી અપક્ષ 1377
રજાકભાઈ મસ્તુરભાઈ બેલીમ અપક્ષ 1417

વોર્ડ નંબર 7
મંજુલાબેન સમીરભાઈ ભાભોર ભાજપ બિનહરીફ
કેયાબેન તુષાર કુમાર શાહ ભાજપ બિનહરીફ
અર્જુનસિંહ છત્રા ભાઈ રાઠોડ ભાજપ બિનહરીફ
યુવરાજસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ ભાજપ 1020

હાલોલ નગરપાલિકા વોર્ડનું જીતેલા ઉમેદવારોનું લિસ્ટ

વોર્ડ નંબર 1
શીતલબેન અલ્પેશકુમાર દરજી ભાજપ બિનહરીફ
રૂપલબેન હિરેનકુમાર ભટ્ટ ભાજપ 1083
દેવકરણ જીવાભાઈ ગઢવી ભાજપ બિન હરીફ
નીતિનભાઈ જશુભાઈ શાહ ભાજપ 14 12

વોર્ડ નંબર 2
અલકાબેન પ્રવીણભાઈ પંચાલ ભાજપ બિનહરીફ
જીજ્ઞાબેન શીતલભાઇ પટેલ ભાજપ બિનહરીફ
તપનકુમાર હસમુખભાઈ ઠક્કર ભાજપ બિનહરીફ
વિમલભાઈ હિંમતભાઈ મારવાડી ભાજપ બિનહરીફ

વોર્ડ નંબર 3
સમા સોહીલ સૈયદ અપક્ષ બિનહરીફ
સલીમભાઈ મોહમ્મદભાઈ પાનવાલા ભાજપ બિનહરીફ
મક સુદા ફારૂકભાઈ બાગ વાલા અપક્ષ બિનહરીફ
જીતેન્દ્રકુમાર પરસોત્તમભાઈ રાઠોડ બિનહરીફ

વોર્ડ નંબર 4
શિલ્પાબેન ખુમાનસિંહ ચૌહાણ ભાજપ બિનહરીફ
રમીલાબેન અર્જુનભાઈ રાઠવા ભાજપ 1761
ગોરધનભાઈ ભીખાભાઈ રાઠવા ભાજપ 22 05
અરવિંદસિંહ ભારતસિંહ પરમાર ભાજપ 22 52

વોર્ડ નંબર 5
કોકીલાબેન પ્રવીણકુમાર સોલંકી ભાજપ બિનહરીફ
આરેફાબાનુ બસીરમોહમ્મદ મકરાણી ભાજપ બિનહરીફ
અઝીઝુરરહેમાન મજીદલ ભાઈ દાઢી ભાજપ બિનહરીફ
અહેસાન ભાઈ ગુલામ હુસેન વાઘેલા ભાજપ બિનહરીફ

વોર્ડ નંબર 6
તૃપ્તિ નવીનચંદ્ર જાદવ ભાજપ બિનહરીફ
તેજલબેન કિંજલ કુમાર શાહ ભાજપ બિનહરીફ
સંદીપ ડાયાભાઈ પારેખ ભાજપ 1622
ગોપાલભાઈ કાંતિભાઈ પટેલ ભાજપ 1990

વોર્ડ નંબર 7
જશુબેન ગોવિંદભાઈ સિંધવ ભાજપ બિનહરીફ
નિશાબેન અરુણકુમાર દેસાઈ ભાજપ બિનહરીફ
પ્રમોદ સિંહ દિલીપ સિંહ રાઠોડ ભાજપ 16 55
પ્રમોદકુમાર રામજીભાઈ પટેલ ભાજપ 12 15

વોર્ડ નંબર 8
સપનાબેન વિજયભાઈ રાઠવા ભાજપ 12 21
દીપિકાબેન પરેશભાઈ પટેલ ભાજપ 1762
કલ્પેશ ગીરી હરિગિરી ગોસ્વામી ભાજપ બિનહરીફ
ચિરાગકુમાર અંબાલાલ પટેલ ભાજપ 18 59

વોર્ડ નંબર 9
સવિતાબેન ભુરાભાઈ નાયક ભાજપ 23 25
ગીતાબેન બંસી ભાઈ રાઠોડ ભાજપ 26 52
દિલીપકુમાર રામજીભાઈ સિદ્ધપુરા ભાજપ બિનહરીફ
સંજય કુમાર ડાયાભાઈ પટેલ ભાજપ 2141