ગુજકોસ્ટ અને લોક વિજ્ઞાન કેન્દ્ર પરીક્ષામાં તાલુકા વાઈઝ પ્રથમ 10 ક્રમે આવનાર જિલ્લાના 50 છાત્રોએ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો.

પંચમહાલ જિલ્લામાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગત તારીખ 15 એપ્રિલે સાયન્સ ટેક્નોલોજી, એન્જીન્યરીંગ અને મેથ્સના વિષયો પર આધારિત જિલ્લા ક્ક્ષાની ઓનલાઈન સ્ટેમ ક્વીઝ પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષામાં તાલુકા વાઈઝ પ્રથમ 10 ક્રમે આવનાર જિલ્લાના 50 છાત્રોએ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ગુજકોસ્ટ અને લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના સયુંક્ત ઉપક્રમે સાયન્સ ટેક્નોલોજી, એન્જીનિયરીંગ અને મેથ્સ(સ્ટેમ) ક્વીઝનું આયોજન એપ્રિલના રોજ જિલ્લાભરમાં કરાયું હતું. જિલ્લાના 7 પરીક્ષા કેન્દ્રો પર ગુજકોસ્ટ-ગાંધીનગર દ્વારા નિયુક્ત પ્રવીણસિંહ ગોહિલ, લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડૉ. સુજાત વલી, અવિનાશ મિસ્ત્રી, કૉઓર્ડીનેટર બ્રીઝ જાદવ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ચેતન પટેલ, જય શાહ, વૈશાલી બારિયા, જયેશ સિંધવ, સહિતનાઓની હાજરીમાં આ પરીક્ષા લેવાઈ હતી.જેમાં જિલ્લાના 7 તાલુકાઓમાંથી 50 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામતા તેઓને શુક્રવારે સાયન્સ સીટી, અમદાવાદ લઇ જવાયા હતા. જેમાં ગોધરાની નાલંદા સ્કુલ, સેન્ટ આર્નોલ્ડ સ્કુલ, શારદા મંદિર ઉપરાંત કાલોલ તાલુકાની મહર્ષિ વિદ્યાલય, સી.બી ગર્લ્સ હાઈસ્કુલ, કે.કે હાઈસ્કુલ વેજલપુર, આર એન્ડ બી હાઈસ્કુલ, પી.કે.એસ હાઈસ્કુલ, મોરવા તાલુકાની સરસ્વતી વિદ્યામંદિર, શહેરા તાલુકાની એસ.જે. દવે હાઈસ્કુલ, સંજયગાંધી વિદ્યાલય, એસ.એસ. હાઇસ્કુલ, એસ .જે. દવે હાઈસ્કુલ, જી.કે. પરમાર વિદ્યાલય આ ઉપરાંત ઘોઘંબા, જાંબુઘોડા, હાલોલ તાલુકાના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા.

આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ટોપટેનમાં પ્રથમ આવનારને ટેબ્લેટ, બીજાથી ચોથા ક્રમે આવનારને ટેલીસ્કોપ અને પાંચ-છ ક્રમવાળાને ડ્રોન તથા સાતથી દસ ક્રમ વાળાને રોબોકીટ પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવ્યું હતું.