પંચમહાલ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં 2023-24નું 150 કરોડનું બજેટ મંજુર કરાયું

ગોધરા,

ગોધરા ખાતે આજ રોજ પંચમહાલ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી હતી. જે સભામાં જિલ્લા પંચાયતનાં આગામી નાણાકીય વર્ષના બજેટ માટે હોદેદારો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ.150 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.43 કરોડનું પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

ગોધરા ખાતે આજરોજ પંચમહાલ જિલ્લા પંચાયતની ગોધરા ખાતે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ તેમજ સબંધિત અન્ય અધિકારીઓ અને હોદેદારો જોડાયા હતા.આગામી નાણાકીય વર્ષના બજેટ માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જે સભામાં આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ.150 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.43 કરોડનું પુરાંતવાળુ બજેટ ને ઉપસ્થિત હોદેદારો દ્વારા સર્વાનુમતે થી મંજૂર કરવામાં આવ્યું હતું.