પંચમહાલ જીલ્લામાં આજરોજ ૧૦૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

  • શહેરી વિસ્તાર
  • ગોધરા-૧૦
  • હાલોલ-૨૧
  • કાલોલ-૦૩
  • ગ્રામ્ય વિસ્તાર
  • ગોધરા-૦૭
  • હાલોલ-૦૯
  • કાલોલ-૨૨
  • ધોધંબા-૨૫
  • જાંબુધોડા-૦૭
  • શહેરા-૦૧
  • મોરવા(હ)-૦૧
  • આજના પોઝીટીવ કેસ-૧૦૬
  • સાજા થયેલ દર્દીને રજા અપાઈ-૯૦
  • સક્રિય કેસ-૭૯૫

પંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમણના કેસમાં રોકેટ ગતિથી વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે બજારો સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લામાં ગોધરા, શહેરા, હાલોલ, મોરવા(હ), ઘોઘંબા સહિતના વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાડવામાં આવ્યું છે. દિવસમાં સવારે ૬ થી ૨ વાગ્યા સુધી પછી બજારો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવા વહીવટી તંત્રના પ્રયાસો વચ્ચે પણ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં પંચમહાલ જીલ્લામાં શહેરી વિસ્તારોની સાથે ગ્રામિણ વિસ્તારોમાં હાલમાં જોવા મળી રહેલ ગતિથી કોરોના સંક્રમણના દર્દીઓ વધે તો આરોગ્ય સેવાઓને ભારે અસર થઈ શકે છે. આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરી વિસ્તારમાં ૩૪ પોઝીટીવ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૭૪ પોઝીટીવ કેસ નોધાવા પામ્યા છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘંબામાં ૨૨ અને કાલોલમાં ૨૫ કેસ નોંધાવા પામ્યા છે. જે ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતાં કોરોના સંક્રમણનો ચિતાર રજુ કરવા માટે પુરતું છે.

પંચમહાલ જીલ્લામાં કોરોનાનો કાળો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ચિંતા વધારી રહ્યો છે. પ્રતિદિન સંક્રમિત કેસ વધી રહ્યા છે. તેમાં પણ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ જે ગતિથી વધી રહ્યો છે. તે ચિંતાનો વિષય બની રહ્યો છે. કોરોનાની બીજી લહેર જીલ્લામાં ધાતક બનીને લોકો સંક્રમણના ભરડામાં લઈ રહી છે. તેની સામે આરોગ્ય સેવાઓ ચરમરાઈ જવા પામી છે. બીજા સ્ટ્રેન કોરોના સંક્રમણનો ભોગ બનતા દર્દીઓમાં ઓકસીજન લેવલ ધટી જવાની સમસ્યા વધારે જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિત પાંચ દર્દીઓ પૈકી ૩ દર્દીઓ ઓકસીજન લેવલ ધટી જવાની સમસ્યા થી ઝઝુમી રહ્યા છે. તેની સામે હોસ્પિટલમાં ઓકસીજનની ઘટ અને બેડની સુવિધાના અભાવે કોરોના સંક્રમિત દર્દીઓને સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે બેડ નહિ મળવાને લઈને ખાનગી હોસ્પિટલો તરફ વળી રહ્યા છે. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ ઓકસીજન અને વેન્ટીલેટર બેડની સુવિધા ધરવા બેડની સંખ્યા ઝાંઝી ન હોવાથી સરકારી હોસ્પિટલોમાં દર્દીને સારવાર માટે દાખલ કરવા ભલામણો કરવી પડે તેવી સ્થિતી નિર્માણ થઈ રહી છે. આ રાજ્યભરના તમામ જીલ્લામાં આ સ્થિતી જોવા મળી રહી છે. ત્યારે હવે લોકો પાસે કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુંને આવશ્યક છે. સાથો કામ વગર ધરની બહાર નહી નીકળીને પોતાને તેમજ પરિવારને કોરોના સંક્રમણથી બચાવી શકાય તે શ્રેષ્ઠ ઉપાય દેખાઈ રહ્યો છે.
આજરોજ જીલ્લામાં ૧૦૬ પોઝીટીવ કેસ નવા નોંધાવા પામ્યા છે. તેની સામે શહેરી વિસ્તારમાં ૩૪ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૭૨ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. તેની સામે આજરોજ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૯ દર્દીઓ કોરોના માન આપીને સાજા થતાં રજા અપાઈ છે. જ્યારે જીલ્લામાં સંક્રમિત કેસની સંખ્યાનો આંક ૭૯૫ સુધી પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ડેઈલી રિપોર્ટમાં કોરોના મૃત્યુઆંક ઝીરો દર્શાવવામાંં આવ્યો છે. તે જોતાં સબ સલામત હોવાનું દેખાઈ રહ્યું છે. તેમ છતાં કોરોના મહામારીની બીજી લહેર ધાતક છે અને સંક્રમણ જલ્દી લોકોને શકંજામાં લઈ રહ્યું છે. ત્યારે સંક્રમણ થી બચવું તે પોતાના અને પરિવાર માટે જરૂરી છે.

આજરોજ ૪૫ ઉપરની વયના ૯૫૪૨ વ્યકિતને વેકસીન અપાઈ….

કોરોના મહામારીની બીજી લહેરમા કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ થી લોકોને બચાવવા માટે કોરોન વેકસીન ઉપર ભાર મુકવામાં આવ્યા છે. તેની પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગ અમલવારી કરાઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ ૨૬ એપ્રિલના રોજ જીલ્લામાં ૪૫ વર્ષથી ઉપરની વય ધરાવતા ૯૫૪૨ વ્યકિતને કોરોન વેકસીન આપવામાં આવી છે. કોરોના વેકસીન કોરોના સંક્રમણ થી બચાવે છે સાથે જો કોરોના સંક્રમિત થાય તો સંક્રમણની ધાતક અસર થી બચાવે છે. ત્યારે લોકો વેકસીન મુકાવે તેવી અપીલ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

પંચમહાલ આરોગ્ય વિભાગના ડેઈલી કોરોના રિપોર્ટમાં મૃત્યુઆંક ઝીરો : બીજી તરફ સ્મશાનમાં ૧૯ના ઓફ ધ રેકોર્ડ અંતિમ સંસ્કાર

પંચમહાલ જીલ્લામાં પ્રતિદિન કોરોના સંક્રમણના દર્દીઓ વધી રહ્યા છે. બીજા સ્ટ્રેન કોરોના સંક્રમણમાં દર્દીઓને ઓકસીજન લેવલ ધટી જવાની સમસ્યા થી ઓકસીજન સપોર્ટ કે વેન્ટીલેટર હેઠળ રાખવામાં આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દેશ સહિત રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુઆંક વધી રહ્યો છે. પંરતુ પંચમહાલ જીલ્લામાં કોરોના મૃત્યુઆંક છેલ્લા કેટલાક દિવસ થી ઝીરો દર્શાવવામાંં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના ડેઈલી રિપોર્ટમાં કોરોના સંક્રમિત દર્દીના મોતનો આંક ઝીરો હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે ગોધરા સ્મશાનમાં થતાં કોવિડ ગાઈડ લાઈનથી અગ્નિ સંસ્કારના બે માં આભ જમીનનો ફરક જોવા મળી રહ્યો છે. ૨૬ એપ્રિલના રોજ આરોગ્ય વિભાગના ડેઈલી રિપોર્ટમાં મૃત્યુઆંક ઝીરો છે. જ્યારે સ્મશાનમાં ૧૯ જેટલા મૃતદેહના અગ્નિ સંસ્કાર કોવિડ ગાઈડ લાઈન મુજબ કરાયા છે. ત્યારે આરોગ્ય વિભાગ કોરોના મૃત્યુઆંક છુપાવી કેમ રહી છે. તેને લઈ લોકોમાં આરોગ્ય વિભગાની કામગીરી ઉપર શંકાથી જોઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ પંચમહાલ સમાચાર સાથે.

https://chat.whatsapp.com/IzLjzxLYGawDeJn0aoCp4C

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.