ગોધરા,હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકના ગુન્હામાં વોન્ટેડ આરોપી નવી રોજી હોટલ ગોધરા સાતપુલ પાસે હાજર છે. તેવી બાતમીના આધારે એસ.એા.જી.પોલીસે આરોપીને ઝડપી પાડયો.
પ્રાપ્ત વિગતો મુજબ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર રૂરલ પોલીસ મથકના ગુન્હામાં આરોપી સરફરાજ ઉર્ફે કાઠીયાવાડી રજાકભાઈ શેખ વોન્ટેડ હોય અને હાલ ગોધરા સાતપુલ નવી રોજી હોટલ ખાતે હાજર હોય તેવી બાતમીના આધારે પંચમહાલ એસ.ઓ.જી.પોલીસે આરોપીને ઝડપી પાડયો.