ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે વિઝોલ ખાતે આવેલી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી સમાવેશ થતી શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પીએચડીની પ્રવેશ પરિક્ષા લેવામા આવી હતી. જેમા 80 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા પુર્ણ થઈ હતી અને મોડી સાંજે 8 વાગે પરિક્ષાનું પરિણામ પણ વેબસાઈટ પર જાહેર કરી દેવામા આવશે.
પંચમહાલ જીલ્લા ગોધરા ખાતે મધ્ય ગુજરાતની કોલેજોની સંલગ્ન શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી આવેલી છે. અહી પીએચડીના અભ્યાસ માટેની પણ વ્યવસ્થા છે. યુનિ દ્વારા આજરોજ પીએચડીની પ્રવેશ પરિક્ષા લેવામા આવી હતી.ગોધરા ખાતે આવેલી શેઠ પીટી આર્ટસ કોલેજ ખાતે આવેલા વર્ગો ખાતે પીએચડીની પ્રવેશ પરિક્ષા યોજાઈ હતી. આ પ્રવેશ પરિક્ષા આપવા મોટી સંખ્યામા ગુજરાતભરમાથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. શાતિપુર્ણ માહોલમા પરિક્ષા પુર્ણ થઈ હતી.
પરિક્ષામા કુલ 529 જેટલા વિદ્યાર્થીઓ નોધાયા હતા. 409 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 120 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. આમ, કુલ 80 ટકા હાજરી નોધાઈ હતી. વીસી પ્રતાપસિંહ ચૌહાણ દ્રારા જણાવામા આવ્યું હતું કે, આ હવે આ પરિક્ષા યુજીસી દ્વારા લેવામા આવશે. આજે મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. યુનિ. દ્વારા મોડી સાજે 8 વાગે પરિણામ વેબસાઈટ પર જાહેર કરીને પીએચડીની પરિક્ષા માટેની તમામ પ્રક્રિયાઓ કરવામા આવશે.