શહેરા તાલુકાના બોરડી ગામે કોર્ટનુંં પકડ વોરન્ટ લઈ ગયેલ પોલીસ સાથે ઝપાઝપી કરી ભગાડી મુકતાં ફરિયાદ

શહેરા, શહેરા તાલુકાના બોરડી ગામના આરોપીના બીજા એડી.ચીફ જ્યુ.મેજીસ્ટેટ ગોધરા કોર્ટના તા.12/12/2023ના પકડ વોરંંગની બજવણી ગયેલ પોલીસ કર્મી આરોપીને વોરંગના કામે સાથે આવવાનું કહેતા ધરમાં થઇ ભાગવા જતાં પકડી પાડેલ ત્યારે અન્ય આરોપીઓ પોલીસ કર્મીને ગાળો આપી મારામારી કરી સરકારી કામગીરીમાં રૂકાવટ કરતાં આ બાબતે 4 આરોપી વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ગુણેલી આઉટ પોસ્ટના એએસઆઈ જયંતિભાઇ અર્જુનભાઇ ડામોર અને બીજા પોલીસ કર્મી બોરડી ગામે વણકર ફળીયામાં રહેતા આરોપી ડાહ્યાભાઇ મેધાભાઇ પરમારના ગોધરા એડી.ચીફ મેજસ્ટેટ કોર્ટના સી.સી.નં.148/2023 મુદ્દત તા.12/12/2023માં પકડ વોરંટની બજાવણી કરવા ગયા હતા. તયારે આરોપી ડાહ્યાભાઇ પરમાર ધરે મળી આવતાં પોલીસ કર્મી દ્વારા વોરંટના કામે સાથે આવવાનું કહેતા આરોપી ડાહ્યાભાઇ પરમાર ધરમાં થઈ ભાગવા જતાં પોલીસ કર્મીએ ઝડપી પાડેલ હતો. તે વખતે અન્ય આરોપી અલ્પેશભાઇ વણકર, રમીલાબેન વણકરે પોલીસ કર્મચારીઓને ગાળો આપી વચ્ચે પડી આરોપીને છોડાવવા માટે પોલીસ કર્મીઓને મારમારી અને ઝપાઝપી કરી આરોપી ડાહ્યાભાઇ પરમારને ભગાડી મૂકી સરકારી કામગીરીમાં અડચણરૂપ બનતા આ બાબતે શહેરા પોલીસ મથકે આરોપીઓ ડાહ્યાભાઇ પરમાર, અલ્પેશભાઇ વણકર, વિશાલભાઇ વણકર, રમીલાબેન વણકર વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.