પંચમહાલ સમાચારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલનો પડધો દે.બારીયા સમડી સર્કલ પાસે પાણીની મેઈન પાઈપ લીકેજ અંગેનું સમારકાર્ય માટે એક સપ્તાહથી ખાડો ખોદીને મુકી રખાતાનો અહેવા પ્રસિદ્ધનું ઈમ્પેકટ દેખાવા મળ્યો

દે.બારીયા,

તા.24/11/2022 ગુરૂવારના પંચમહાલ સમાચારમાં લોકોની વાચા રજુ કરતા તેનો પડધો દે.બારીયા નગર પાલિકાના પાણી શાખાના દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી મેન પાણીની પાઈપ લાઈનમાં લીકેજના સમારકાર્ય કરવા માટે જે 10 થી 15 ફુટ ઉંડો ખાડો ખોદી રાખ્યો હતો. જેના માટે મૌખિક રજુઆતો નજીકના વેપારીઓએ કર્યા હોવા છતાં સમારકાર્ય શરૂ કરાતું ન હતું. આ ખાડો અવરજવર કરતી આમ જનતા માટે મોતનો કુવો સાબિત થાય તે પહેલા અમારા પંચમહાલ સમાચાર દૈનિક છાપામાં પ્રસિદ્ધ કરતા તેનો પડધો પડતા તેજ દિવસે યુધ્ધના ધોરણે પાલિકાના તંત્ર સફાળે જાગી અને આનુ સમારકાર્ય જે એક સપ્તાહ થી કરવામાં આવતું ન હતું. તે કાર્ય કરવા માટે ઈંટો, રેતી સમારકાર્યના સ્થળે આવી જતા આજુબાજુના વેપારી ભાઈઓમાં ખુશી જોવા મળી છે. લોકકાર્યની રજુઆતને ખરેખર વાચા મળતા આમ જનતાનો અવાજ અમે નિડરતા સાથે રજુ કરવા માટે અમારા પંચમહાલ સમાચારનો પરિવાર કટીબધ્ધ છે.