પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની એસ.પી.સી.યોજના અંતર્ગત સમર કેમ્પ અને ટ્રેનિંગનું આયોજન કરાયું

ગોધરા,સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં કાયદાના પાલન પ્રત્યે સમજ કેળવાય અને તેઓમાં આદર્શ નાગરિક બનવાની ભાવના પેદા થાય તેવા આશયથી ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલમાં મૂકેલી છે.

પંચમહાલ જિલ્લામાં એસ.પી.સી.યોજના અંતર્ગત જિલ્લા પોલીસ વિભાગ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકાના રામપુરા સ્થિત ફાર્મસી કોલેજ અને જાંબુઘોડા તાલુકાના ધનપુરી સ્થિત ફ્યુચર લીંક સાઈન્સ સ્કુલ ખાતે છ દિવસના સમર કેમ્પ અને ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. જે તા.22 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન આજરોજ આ કેમ્પ અને ટ્રેનિંગનું સમાપન કરાયું હતું.આ ટ્રેનિંગમાં વિધાર્થીઓને યોગા,પી.ટી., પરેડ અને વિવિધ કસરતનું માર્ગદર્શન અપાયું હતું.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,તાલુકા પી.આઈ. પી.કે.અસોડા, કાંકણપુર પી.આઈ. પી.એમ.જુડાલ,મામલતદાર દવે,તાલુકા વિકાસ અધિકારી સોલંકી,કોલેજ અને શાળાના આચાર્યઓ, જાંબુઘોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. ઝાલા, કેમ્પ ઇન્ચાર્જ રાઠોડ, જિલ્લા અગ્રણી મયંકભાઇ દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.