પંચમહાલ પોલીસવડાએ ટ્રક એસોશીએસન હોદ્દેદારો સાથે મીટીંંગ કરી કાયદાની માહિતી આપી

ગોધરા,પંચમહાલ ગોધરા એસ.પી.કચેરી ખાતે તા.02/01/2024ના એસ.પી.હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં પંચમહાલ ટ્રક એસોસિયનના હોદ્દેદારો સાથે મોટર વ્હિકલના નવા કાયદા અનુસંધાને એક મીટીંગ યોજવામાં આવેલ. જેમાં પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી. પી.એસ.આઇ. રીડર તથા પી.એસ.આઇ.જિલ્લા ટ્રાફિક નાઓ હાજર રહેલ.

આ મીટીંગમાં મોટર વ્હિકલના નવા કાયદા અનુસંધાને ટ્રક ડ્રાયવરોમાં ગેરસમજ હોય તે દુર કરવા કાયદાની સમજણ આપી એસોશીયનના હોદ્દેદારોને જણાવેલ કે, અકસ્માત કરનાર વાહન ચાલક વાહન લઇ બનાવવાળી જગ્યા ઉપરથી ફરાર થઇ જાય તો જ તેમના વિરૂદ્ધ હીટ એન્ડ રનનો કેસ દાખલ કરવામાં આવશે, પરંતુ વાહન ચાલક અકસ્માત કરી ત્વરિત પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર ફોન ડાયલ કરી અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરશે તો વાહન ચાલક વિરૂદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ નહી થાય અને અગાઉના કાયદાની જેમ વાહન ચાલકને જામીન મુક્ત કરવામાં આવશે.

આ નવો કાયદો લાવા પાછળનો ફક્તને ફક્ત હેતુ એ છે કે, અકસ્માતમાં ભોગ બનનારને આ કાયદાથી તુરંત જ મેડીકલ સારવાર મળી રહે જેથી મનુષ્યની અમુલ્યવાન જિદંગી બચાવી શકાય.

આ કાયદો ફક્ત ટ્રક ચાલકો વિરૂદ્ધ નહી પરંતુ તમામ વાહન ચાલકો વિરૂદ્ધ છે. જો વાહન ચાલક અકસ્માત અંગેની જાણ ત્વરિત પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર ફોન ડાયલ કરી અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરશે તો તેના વિરૂદ્ધ હિટ એન્ડ રનનો કેસ દાખલ નહી થાય. તે બાબતે પોલીસ અધિક્ષકએ ટ્રક એસોશિયન હોદ્દેદારોને જણાવેલ હતું. અને ટ્રક એસોસિયનના હોદેદારોને તેમના ટ્રક ચાલક ડ્રાયવરોને આ કાયદાની ઉપરોકત માહીતી આપી ડ્રાયવરો દ્વારા કાયદાનું ખોટું અર્થઘટન ન થાય અને તેઓ દ્વારા ચક્કાજામના કાર્યક્રમો ના થાય તે માટે ડ્રાયવરોને સમજણ આપવા માટે જણાવવામાં આવેલ છે.