પંચમહાલ પાણી પુરવઠા વિભાગની જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગ કચેરી હાલોલ દ્વારા અદેપુર ફળીયામાં કનેટીવીટી પાણી પુરવઠાની કામગીરી કર્યા વગર ઠેકેદારને 12.76 લાખનું ચુકવણું કર્યુ

  • પ્રિવેન્ટીવ વિજીલન્સ સેલ વડોદરાની સ્થળ તપાસમાં ખુલતા.
  • નાયબ કાર્યપાલક ઈજનેર કૌશીક વર્મા અને મદદનિશ દેવાંક્ષી ભટ્ટને સસ્પેન્ડ કરાયા.
  • વાસ્મો યોજનાની લાઈને પાણી પુરવઠાની લાઈન દર્શાવી બીલનુંં ચુકવણું કરાયું.

ગોધરા, પંચમહાલ જીલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા -બોર્ડ હસ્તકની જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગની કચેરી હાલોલ દ્વારા હાલોલ તાલુકાના અદેપુર ફળીયામાં કનેકટીવીટી પાણી પુરવઠા યોજના હેઠળની કામગીરી સ્થળ ઉપર કર્યા વગર કામગીરી પુરી કરી દીધી હોવાના બીલો બનાવી રૂા.1276 લાખનું ચુકવણું કરી દેવામાં આવ્યું હોવાનું પ્રિવેન્ટીવ વિજીલન્સ સેલ વડોદરાની તપાસમાં સામે આવ્યું હતું. જેને લઈ નાયબ કાર્યપાલક ઈજનેર કૌશીક વર્મા અને મદદનિશ ઈજનેર દેવાંશી ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પંચમહાલ જીલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગ કચેરી હાલોલ હસ્તકની અદેપુર ફળીયા કનેકટીવીટી પાણી પુરવઠા યોજના તથા પી.એમ.34 ટેપીંગ જુથ યોજનાની કામગીરી વિભાગીય કચેરી ગોધરા દ્વારા ઠેકેદાર એ.વાય.ફોદાને સોંપવામાં આવેલ જે અંતર્ગત દસ્તાવેજો મુજબ એજન્સી દ્વારા 140 મી.મી.વ્યાસની 6 કે.જી./સેમી ર પીવીસી પાઈપ લાઈન વાસાણ પોલીમર્સ પ્રા.લી. ખરીદવામાં આવેલ છે. તથા આ પાઈપ લાઈન રવેરી ચોકડી થી કાનપુર ગામના સંપ સુધી નાખવામાં આવેલ હોવાનુંં દર્શાવેલ હોય જ્યારે પ્રિવેન્ટીવ વિજીલન્સ સેલ વડોદરા કચેરીની તા.13/10/2023ની સ્થળ તપાસ દરમિયાન ઠેકેદાર તથા કચેરી દ્વારા દર્શાવેલ પથરેલા પર ચકાસણી દરમ્યાન સ્થળ ઉપર સિગ્નેર ગૃપની સૌરભ શકિતમાન કંપનીની પાઈપો જોવા મળેલ છે. તેની તપાસ કરતાં આ કામગીરી વાસ્મો ગોધરા કચેરી દ્વારા કરવામાં આવેલ હોવાનુંં જણાવ્યું હતું. આમ ઠેકેદાર દ્વારા કામગીરી કરેલ ન હોવા છતાંં આવી ન થયેલ કામગીરી ના.મ.ઈ. દ્વારા નોંધાયેલ માપોને હાલોલ નાયબ કાર્યપાલક ઈજનેર (સિ) કૌશીક જી.વર્મા દ્વારા ચકાસીને માન્ય કરીને બીલ ચુકવણા અર્થે વિભાગીય કચેરીને ભલામણ કરેલ હતી.

જે કામગીરી થઈન હોય તેવી કામગીરીંનું ઠેકેદારને ચુકવી દઈ રૂા.12,76,562/-લાખની રકમનું બોર્ડને નુકશાન કરેલ હોય આ અક્ષમ્ય અને અત્યંત ગેરરીતિ આચરવામાં આવેલ છે અને ઠેકેદાર સાથે મેળાપીપણામાં હોદ્દાનો દુરઉપયોગ કરી બોર્ડ સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસધાત કરવામાં આવ્યો હોય જેને લઈ હાલોલ ના.કા.ઈ. કૌશીક જી. વર્મા અને મદદનિશ ઈજનરે દેવાંક્ષી ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જીલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગ હાલોલની નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનિશ ઈજનેરને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં લાંચીયા અને ભ્રષ્ટાચારી અધિકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાજી જવા પામ્યો છે.