શહેરા,
પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે પશુપાલકોને અપાતા દુધના ભાવમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી હતી.
મહિનામાં બીજીવાર દુધના ભાવમાં વધારો કરવા સાથે પંચામૃત ડેરી દ્વારા દુધ ઉત્પાદકોને ચુકવાતા ભાવમાં રૂ.20નો વધારો કરાયો છે. આ પહેલા પશુપાલકોને દુધના પ્રતિ કિલો ફેટે રૂ.780 ચુકવાતા હતા. જેમાં 20નો વધારો કરી હવે તા.11 નવેમ્બરથી રૂ.800 પ્રમાણે નવો ભાવ ચુકવાશે. આ ભાવ વધારાથી પંચમહાલ, દાહોદ, અને મહિસાગર જિલ્લાના અઢી લાખ ઉપરાંત દુધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે.