પંચમહાલના પાનમ ડેમ માંથી ઉનાળાની સીઝનમાં સિંચાઈ પાણી નહી આપવાનો નિર્ણય લેવાયો

ગોધરા,
પંચમહાલ જીલ્લાના શહેરા નજીક આવેલ પાનમ ડેમમાંથી આગામી ઉનાળાની સીઝનમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે નહિ. ઉનાળાની સીઝમાં સિંચાઈનંું પાણી નહિ આપવાના નિર્ણયથી ૧૩૨ ગામોના ખેડુતો ઉનાળું સિંચાઈ ખેતીથી વંચિત રહેશે.

પંચમહાલ જીલ્લાના પાનમ જળાશયમાં ચાલુ વર્ષ ચોમાસાની સીઝનમાં ૨૦ ટકા પાણીનો જથ્થો ઓછો હોવાને લઈને પાનમ સિંચાઈ સમિતિ દ્વારા ઉનાળુ સીઝનમાં સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. પાનમ ડેમમાં હાલની ૧૨૫.૮૦ મીટર પાણીની સપાટી છે. જેને લઈ સિંચાઈ માટે પાણી આપવામાં નહિ આવે તેવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળાની સીઝનમાં પાનમ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહિ આપવાના નિર્ણય થી પાનમ સિંચાઈ આધારીત ૧૩૨ ગામોના ખેડુતોને સીધી અસર થશે. પાનમ સિંચાઈ આધારીત ૧૩૨ ગામો ઉનાળાની સીઝનમાં પાક લઈ શકે નહિ. જેને લઈ ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવશે.