ગોધરા,
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં સુખી જળાશય યોજનામાં વર્ષોથી એટલે કે વર્ષ1992 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા છત્રસિંહ બારીયા, ગોપાલ બારીયા, હીરાભાઈ બારીયા, કરસનભાઈ બારીયા, નટુ ભાઈ બારીયા, પર્વતભાઈ બારીયા, વેચાતભાઇ બારીયા, સોમાભાઈ બારીયા તથા વિઠ્ઠલભાઈ બારીયા વિગેરેને જે તે અધિકારીઓએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય લાંબા સમયની નોકરી માંથી વર્ષ 1998માં છૂટા કર્યા હતા. કામદારોને કચેરીના અધિકારીઓએ કામ શરૂ થયેલ છે.
ફરી બોલાવવામાં આવશે તેમ જણાવી લાંબા સમય સુધી નોકરી ઉપર રાખેલ ન હતા. જેને લઈ ગરીબ અને આદિવાસી કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી વર્ષ 2000 માં નામદાર મજુર અદાલત ગોધરા સમક્ષ પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુન:સ્થાપિત કરવા કેસ દાખલ કરેલ જે કેશો ચાલીતા અરજદારો તરફે પેનલ એડવોકેટ સંતોષ ભોઈ તથા વૈભવ ભોઈ હાજર રહી દલીલો કરેલ જે ધ્યાને લઇ મજુર અદાલત ગોધરા દ્વારા આ 9 કામદારોને કામદારોને નોકરી અને પડેલા દિવસ પગાર પેટે રકમ ઉચ્ચક રકમ ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો જે હુકમથી અરજદારો નારાજ થઈ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ દિપક આર. દવે દ્વારા વ્યક્તિગત રીતે એસ.સી.એ દાખલ કરેલ જે ચાલી જતા નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.એસ સુપેયા આ 9 અરજદારો પૈકી ચાર અરજદારો તેમની નોકરીની મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કરી સરકારશ્રીના તારીખ 17/10/88 ના પરિપત્રનોઆપવાનો તથા બાકી પાંચ કામદારોને નિવૃત્તિનો સમય ગાળો ઞણી નિવૃત્તિને લગતા તમામ લાભ જેવા કે પેન્શન ગ્રેજ્યુટી રજાઓ તથા પાંચ-છઠ્ઠા અને સાતમા પગાર પંચ મુજબ ગણતરી કરી પગાર પગાર તફાવત અને તમામ પ્રકારના લાભો આપવા આદેશ જારી કરેલ પરંતુ સંસ્થા તરફથી તેનો અમલ કરવામાં સરકારી અધિકારીઓ નિષ્ફળ જતા આ કામદારો એ કોર્ટના હુકમના અનાદર બદલ સામાવાળા વિરૂદ્ધ ક્ધટેમ્પ્ટ અરજી દાખલ કરેલ ત્યારબાદ ફરીવાર નામદાર અદાલતે આ નવ કામદારોના હુકમનું સત્વરે પાલન કરવા આદેશ કરેલ તે મુજબ ચાર કામદારોને તાત્કાલિક અસરથી તારીખ 21/6/22 ના રોજથી નોકરી પર હાજર કરવામાં આવેલા છે અને બાકી પાંચ કામદારોને નિવૃત્તિના તમામ લાભો તથા મળવાપાત્ર પગાર પંચના તફાવતની રકમ ચૂકવી આપવા અંગેની સરકારશ્રી તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જેને લઇ ગરીબ અને આદિવાસી કામદારો અને તેમના પરિવારમાં આનંદ છવાયો છે.