ગોધરા,
ગોધરાની એડયુનોવા શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા NEET અને JEE ની પરીક્ષામાં પંચમહાલમાં સૌથી વધુ પરિણામ મેળવી ગોધરા શહેર અને જીલ્લાને ગૌરવશાળી પ્રતિષ્ઠા અપાવેલ છે.
મેડીકલ અભ્યાસ માટેની એન્ટ્રસ પરીક્ષા NEET માં કુ.ખુશી અનિલભાઈ સોની-૬૪૭ માર્ક પ્રાપ્ત કરી પંચમહાલમાં પ્રથમ ક્રમાંકે અને કુ.આસ્થા ચંદ્રેશકુમાર શર્મા-૬૨૬ માર્ક સાથે પંચમહાલ તૃતીય સ્થાન મેળવેલ છે. ઉપરાંંત પ્રિયંકા ગોપલદાસાની, સદર સમરીન, ધ્યાના સોનીએ NEET માં સારા માર્ક મેળવી મેડિકલ અભ્યાસ માટેના પ્રવેશ દ્વારા ખોલેલ છે. એવીજ રીતે JEE મેઈન્સ અને એડવાન્સમાં એડયુનોવા ગોધરાના વિદ્યાર્થીઓ સૌયદ મોહમ્મદ ઝેહાદના ૧૨૯૪૧-અઈંછ પ્યારે પ્રશુન-૨૩૮૩ AIR JEE ADV રેન્ક અને શ્રેષ્ઠ ભકતા JEE મેઈન્સમાં ૯૮ % પર્સન્ટઈલ પ્રાપ્ત કરીને પંચમહાલમાં પ્રથમ સ્થાન મેળવી IIT ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે દ્વાર ખેાલેલ છે. આમ ગોધરાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સમગ્ર પંચમહાલ અને ગોધરાન ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવી છે. જ માટઢ હોલી ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કુલ, એડયુનોવા ગોધરા, ગુજરાતના પરિવાર અને સમગ્ર ગોધરા પંચમહાલ દ્વારા અભિનંદન આપતા ગૌરવની લાગણી અનુભવે છે.