પંચમહાલની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી કુતરા કરડવાના કિસ્સામાં રક્ષણ આપતી રસીનો જથ્થો ઉપલબ્ધ ન રહેતા દર્દીઓને મુશ્કેલીઓ

  • સિવિલ હોસ્પિટલમાં રસીના અભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન.

ગોધરા, પંચમહાલ જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં પંંચમહાલ, દાહોદ અને મહિસાગર જીલ્લા માંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જીલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક મહિનાથી કુતરા કરડે ત્યારે હડકવા સામે રક્ષણ આપતી રસી ન હોવાને લઈ દર્દીઓની હાલત કફોડી બની છે.

ગોધરા ખાતે આવેલ જીલ્લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ હોય આ હોસ્પિટલમાં પંચમહાલ, મહિસાગર અને દાહોદ જીલ્લા માંથી મોટા પ્રમાણમાં દર્દીઓ દવા સારવાર માટે આવતા હોય છે. જીલ્લામાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ધણા સમયથી કુતરા કરડે ત્યારે હડકવા સામે રક્ષણ આપતી રસી મુકાવવા માટે મોટા પ્રમાણમાં દર્દીઓ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. જેના કારણે કુતરા કરડવાનો ભોગ બનનાર દર્દીને કાંંતો વડોદરા એસ.એસ.જી. અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને રસી લેવી પડતી હોય જેને લઈ આવા દર્દીઓને આર્થિક રીતે મુશ્કેલીઅ વેઠવી પડતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં કુતરા કરડે તેના રક્ષણ માટેની રસીનો જથ્થો ન હોવાને લઈ પંચમહાલ છેલ્લા કોંગે્રસ સમિતિ દ્વારા અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં જીલ્લા કલેકટરને આવેદન આપ્યું.