![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-79.jpg)
હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે સવારથી શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. હાલોલમાં 15 સભ્ય માટે 36 મતદાન મથક અને કાલોલમાં 21 સભ્ય માટે 30 મતદાન મથક પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન કરાવવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને હાલોલના 14 અને કાલોલના 10 સંવેદનશીલ મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદારો સવારથી જ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર આવી રહ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ છે.
મતદારોને રીઝવવા માટે હાલોલ ભાજપના ઉપપ્રમુખ દારૂ વહેંચી રહ્યા હોવાની રજૂઆત
હાલોલના વોર્ડ 1ના ભરોણા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે હાલોલ ભાજપના ઉપપ્રમુખ દારૂ વહેંચી રહ્યા હોવાની રજૂઆત પોલીસ અને ચૂંટણી અધિકારીને અપક્ષ ઉમેદવાર મુક્તિબેન જાદવ દ્વારા કરવામાં આવી છે.
ભાજપના શહેર ઉપપ્રમુખ નિતેશ ઉર્ફે લાલભાઈ કચ્છી પટેલ કાર લઈ આ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની કાર પાસેથી વિદેશી દારૂ અપક્ષ ઉમેદવારના ટેકેદરોએ ઝડપી પાડવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે આ વિદેશી દારૂનો જથ્થો આ વોર્ડ 1માં મત વિસ્તારમાં ક્યાંથી પહોંચ્યો તે પોલીસ તાપસનો વિષય છે, પરંતુ હાલ આ વિદેશી દારૂ અને શહેર ભાજપ ઉપપ્રમુખની ઉપસ્થિતિએ આદર્શ ચૂંટણી પ્રક્રિયા ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે.
કાલોલમાં વરરાજા મતદાન કરવા પહોંચ્યા
કાલોલમાં નગરપાલિકાના વોર્ડ 2ના મહેશનગર સોસાયટીના રહીશ રાહુલવાળા નામના યુવકના આજે લગ્ન છે. લગ્નની જાન લઈને વડોદરા જતાં પહેલાં વરરાજા મતદાન મથકે પહોંચ્યા હતા. વરરાજાએ પોતાના સ્વજનો સાથે મતદાન મથકે મતદાન પહોંચી