ગોધરા,
પંચમહાલ જીલ્લામાં વિધાનસભા ચુંટણીની પાંચ બેઠકો માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચાર સીટીંગ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા. જયારે કાલોલ બેઠક ઉપર સીટીંગ ધારાસભ્યની ટીકીટ કાપીને પૂર્વ ધારાસભ્યને ટીકીટ ફાળવવામાં આવી છે. પાંચ વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરતાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતી જોવા મળી છે.
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં ગોધરા બેઠક માટે 29 દાવેદારો, મોરવા(હ) બેઠક માટે 17 દાવેદારો, શહેરા બેઠક માટે 12 દાવેદારો, હાલોલ બેઠક માટે 19 દાવેદારો, કાલોલ બેઠક માટે સૌથી વધુ 52 દાવેદારો મેદાનમાંં હતા અને તમામ દાવેદારો પોતાને ટીકીટ મળશે તેવી આશાઓ રાખી રહ્યા હતા અને પોતાની રીતે તૈયારીઓ પણ શરૂ કરી હતી. ભાજપ પાર્લામેન્ટ્રી કમીટી દ્વારા પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારો માટે ભારે મંથન બાદ ગોધરા બેઠક માટે સીટીંગ ધારાસભ્ય સી.કે.રાઉલજી, હાલોલ બેઠક માટે સીટીંગ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, શહેરા બેઠક માટે જેઠાભાઈ ભરવાડ (આહિર), મોરવા(હ) બેઠક માટે ધારાસભ્ય નિમિષાબેન સુથારને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કાલોલ વિધાનસભા બેઠકના સુમનબેન ચૌહાણની ટીકીટ કાપીને પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ કોંગે્રસ પાર્ટી દ્વારા પંચમહાલની પાંચ બેઠકો પૈકી માત્ર મોરવા(હ) બેઠક ઉ5ર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.
બોકસ: પંચમહાલની પાંચ બેઠકો માટે ભાજપના ઉમેદવારો..
- શહેરા – જેઠાભાઇ ભરવાડ (આહિર)
- ગોધરા – સી.કે.રાઉલજી
- હાલોલ – જયદ્રથસિંહ પરમાર
- મોરવા(હ)-નિમિષાબેન સુથાર
- કાલોલ – ફતેસિંહ ચૌહાણ