પંચમહાલ જિલ્લામાં કુલ 261 ગ્રામ પંચાયતમાંથી સામાન્ય વિભાજન કરેલ 155 ગ્રા.પ અને 106 પેટા ગ્રામપંચાયતમાં ચુંટણી કરવાની કવાયત ચાલુ થઇ ગઇ છે. 102 સમાન્ય અને વિભાજન ગ્રા.પ. 52 મળીને કુલ 155 ગ્રા.પ.સરપંચ (પેટા)15 , વોર્ડ સભ્યની 115 મળીને પેટા ગ્રા.પ 106 ની ચુંટણીની તડામાર તૈયારી કરી રહ્યા છે. સાથે જિલ્લામાં કાલોલ અને હાલોલ નગર પાલીકાની ચુંટણીની તૈયારીઓના ભાગરૂપે ઇવીએમ મશીનનું એફએલસી કરવામાં આવ્યું હતુ.
ગ્રામ પંચાયત અને પાલીકાની ચુંટણીમાં આ વખતે 27 ટકા ઓબીસી અનામત લાગુ કરીને ચુંટણી યોજાવાની છે. અને પાલીકામાં 27 ટકા અનામત મુજબ રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગ્રામપંચાયતની ચુંટણીમાં 27 ટકા અનામતનો પેચ અટવાયો છે. અગાઉ 10 ટકાના રોટેશન મુજબ ગ્રા.પ જાહેર થતી હતી. પરંતુ આ વખતે 27 ટકા અનામત લાગુ થતા ગ્રામ પંચાયતના રોસ્ટર બદલવા પડશે. ત્યારે હાલ 261 ગ્રામ પંચાયતમાં 27 ટકા અનામત લાગુ કરવું કે જિલ્લાની તમામ 500 જેટલી ગ્રા.પ. માં 27 ટકા અનામત લાગુ કરવાની અવઢવમાં ચુંટણી વિભાગ આવી ગયું છે.
નવા રોસ્ટર બનાવવા જાણકારોના અભિપ્રાયો રાજય ચુંટણી વિભાગ લઇ રહ્યું છે. હાલની ચુંટણી 27 ટકા અનામત કેવી રીતે લાગુ કરવા તે હજુ નકકી થઇ શકયું નથી. સ્થાનીક ચુંટણી વિભાગ પાસે રાજય ચુંટણી આયોગે 27 ટકા અનામત માટે માર્ગદર્શન માંગ્યું છે. આગામી સમયમાં 27 ટકા અનામત લાગુ કરવાની પ્રક્રીયા કર્યા બાદ વાંધા અરજીઓ મંગાવાશે જેથી ચુંટણી યોજવામાં હજુ સમય લાગશે તેમ લાગી રહ્યું છે.
2 પાલિકામાં 27% અનામત લાગુ કરી સીટો ફાળવી
જિલ્લામાં કાલોલ અને હાલોલ પાલિકાની સામાન્ય ચુંટણી સાથે ગોધરા પાલિકાના વોર્ડ 7 ના એક સભ્યની ચુંટણી યોજાશે. કાલોલ અને હાલોલ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. કાલોલ નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં 28 સભ્યો 27% ની અનામતની જોગવાઈ મુજબ 8 બેઠકો અનામત રાખવામાં આવેલ છે. જયારે હાલોલ નગર પાલિકાના કુલ 9 વોર્ડમાં 36 સભ્યોમાં 27% ની અનામતની જોગવાઈ મુજબ 10 બેઠકો અનામત રાખવામાં આવેલ છે. આમ હાલોલ અને કાલોલ પાલીકાની ચુંટણીમાં 27 ટકા અનામત મુજબ સીટો ફાળવી દેવાઇ છે.
ચૂંટણી આયોગમાંથી આવ્યા બાદ ગ્રા.પં.માં અનામત લાગુ કરીશું
જિલ્લામાં ગ્રામપંચાયત અને પાલીકાની ચુંટણીની તૈયારી શરૂ થઇ ગઇ છે. નવી અનામત નીતી મુજબ 5 ટકા કરતા વધુ ઓબીસી વસ્તી ધરાવતા ગામોમાં અનામત લાગુ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએથી અનામત મુજબ ગ્રામ પંચાયત જાહેર કરવાની હોય છે. પણ 27 ટકા અનામત કેવી રીતે લાગુ કરવા તે રાજય ચુંટણી વિભાગમાં આવશે તે મુજબ અનામત લાગુ કરીને ગ્રા.પ.ની ચુંટણી કરાવીશું. – એમ.ડી.ચ ુડાસમા, ચુંટણી અધીકારી