પંચમહાલ સહિત શહેરામાં ઠંડીના પ્રમાણ વધતા ગરમ કપડાંની ખરીદી કરતાં લોકો

શહેરા,

શહેરા સહીત સમગ્ર જિલ્લામાં ઠંડીનુ પ્રમાણ વધતા બજાર માં તેમજ હાઇવે માર્ગને અડીને આવેલા સ્ટોલમાં ગરમ વસ્ત્રો વેચાણ માટે આવી ગયા હતા. ધીમે ધીમે ઠંડી વધતા લોકો અવનવી ડિઝાઇન વાળા સ્વેટર, જાકીટ, મફલર સહિત ગરમ કપડાની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

શહેરા સહીત સમગ્ર જિલ્લામાં રહેતા લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહયો છે. હાઇવે માર્ગને અડીને તેમજ બજારોમાં લેડીઝ, જેન્ટસ અને નાના બાળકો માટે અવનવી ડિઝાઇન વાળા સ્વેટર, જાકીટ, મફલર સહિત ગરમ કપડાના વેચાણમાં તેજી જોવા મળી રહી છે. સવારે અને રાત્રે ઠંડી વધુ રહેતી હોવાથી લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરતા જોવા મળતા હોય છે. આ વખતે સ્વેટર, જાકીટના ભાવમાં દસ ટકા જેટલો વધારો થયો હોવા છંતા લોકો મોંઘવારીને બાજુમાં મૂકીને ગરમ વસ્ત્રોની ખરીદી કરતા નજરે પડી રહયા હતા. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધવાની શક્યતા જોવા મળવા સાથે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકો તાપણાંનો સહરો લઈ રહયા છે.