પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતા 886 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. પાનમ ડેમમાં પાણીની આવક થતાં ડેમની જળસપાટી 123.10 મીટરે પહોંચવા સાથે સિંચાઈ કેનાલમાં 250 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયુ છે.
છેલ્લા બે ત્રણ દિવસથી પંચમહાલ સહિત આસપાસના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં સોમવારના રોજ 886 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે પાનમ વિભાગ દ્વારા પાનમ ડેમમાંથી 250 ક્યુસેક પાણી પાનમ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસ માંથી પાણીની આવક થતાં પાનમ ડેમની જળસપાટી 123.10 મીટરે પહોંચી હતી. જ્યારે પાનમ ડેમનું રૂલ લેવલ 127.41 મીટર છે. પાનમ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. પાનમ જળાશયમાં ધીમે ધીમે પાણીની આવક થઈ રહી હોય જેને લઇને જળ સપાટીમાં પણ સતત વધારો થતો પાછલા એક સપ્તાહમાં જોવા મળી રહ્યો હતો. જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થઇ હતી.