પંચમહાલના ખેડૂત આગેવાનોએ પાનમ ડેમ ખાતે નવા નીરના વધામણાં કર્યા

  • પંચમહાલ ની જીવોદરી સમાન પાનમ નદીના પાનમ ડેમ તેની પાંચ વર્ષ બાદ તેની ઐતિહાસિક જળ સપાટીએ છલકાતાં જિલ્લાના ખેડૂત આગેવાનોએ ડેમ ઉપર જઈ નવાં નીરના વધામણા કર્યા.

ગોધરા, મેધરાજાની કૃપા પંચમહાલ સહિત ગુજરાત પર સદૈવ વરસતી રહે અને ખેડૂતો અને પ્રજાજનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી ખેડુતોએ પ્રાર્થના કરી. ખેડૂતોનાં પાકને જીવતદાન મળેલ હોય અનેરો ઉત્સાહ જોવા મળેલ અને આગામી તમામ ખેતીની સીજનોમાં ખેડૂતોને પાણી મળી રહેવાથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગયેલ.

પાનમ ડેમ ખાતે ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ, કિસાન મોરચો પંચમહાલ જિલ્લાના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, જીલા પંચાયત સભ્ય વિનોદભાઈ ભગોરા, માર્કેટ યાર્ડ ગોધરાના ખેડૂત પ્રતિનિધિ કનકસિંહ ચૌહાણ, તાલુકા યુવા મોરચાના પ્રમુખ હરીશભાઈ રાઠોડ, સ્થાનિક સરપંચ કનુભાઈ સહિત ધર્મેન્દ્રસિંહ, દાદુભાઈ, ભગવાનસિહ, નટુભાઈ, વિનોદભાઈ બારીઆ સાથે સ્થાનિક ગ્રામજનો હાજર રહ્યા હતા.