- પંચમહાલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી
- 9 વર્ષીય ઝોયા શેખે વધાર્યુ પંચમહાલનું ગૌરવ
- હાથમાં ધ્વજ લઈ 4 કિમી જેટલું કર્યુ સ્કેટિંગ
દેશમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ. ગુજરાતમાં દરેક જિલ્લામાં અલગ અલગ રીતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે પંચમહાલમાં સ્વતંત્રતા દિવસ પર 9 વર્ષની ઝોયા શેખે પોતાની કલાથી જિલ્લામાં સ્વતંત્રતા પર્વ ઉજવણી કરી હતી. ઝોયા શેખે પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ 4 કિ.મી. જેટલું સ્કેટિંગ કરી દેશ ભક્તિ પ્રદર્શિત કરી હતી.
4 કિમી સ્કેટિંગ કરી પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરી
કાલોલ સર્કિટ હાઉસ નજીક થી આજરોજ કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,કાલોલ નગર પાલિકા પ્રમુખ, કાલોલ મામલતદાર અને પીએસઆઈ કાલોલ સહિત ના અગ્રણીઓ એ ઝોયા શેખ ને હાથ માં રાષ્ટ્રધ્વજ અર્પણ કરી સ્કેટિંગ નું પ્રસ્થાન કરાવ્યું હતું.કાલોલ નગર ની 4 થા ધોરણ માં અભ્યાસ કરતી નવ વર્ષીય ઝોયા શેખ ને માતાપિતા તરફ થી પ્રેરણા મળતા આજરોજ 75 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે કાલોલ નગર માં હાથ માં ત્રિરંગો લઈ 4 કિમી સ્કેટિંગ કરી પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરી હતી.
અગ્રણીઓએ ઝોયાને ફૂલ હાર પહેરાવી મીઠાઈ ખવડાવી
સ્કેટિંગ દરમ્યાન રસ્તા પર પોલીસે પાયલોટિંગ કરી ઝોયાને સુરક્ષા પુરી પાડી હતી.ઝોયા શેખ શરૂઆતથી સ્કેટિંગ પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે.સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ જીતનાર ઝોયા સાંસદ ખેલ મહોત્સવ સહિત ની સ્પર્ધાઓ માં અનેક પદકો જીતી ચુકી છે.ત્યારે આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઝોયા નો ઉત્સાહ વધારવા માટે કાલોલ મામલતદાર દ્વારા ઝોયાનો ઉત્સાહ વધારવા માટે તેને પોતાની ખુરસી પર બેસાડી સન્માનીત કરવામાં આવી હતી.સાથે જ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિત ના અગ્રણીઓ એ ઝોયા ને ફૂલ હાર પહેરાવી મીઠાઈ ખવડાવી સન્માનિત કરી તેના ઉત્સાહ માં વધારો કર્યો હતો.