ચોમાસાની સીઝનમાં ગુજરાતના અનેક જીલ્લાઓમાં ઝાડા-ઉલટીના કેશ વધી રહ્યા છે. ત્યારે પંચમહાલના ગોધરા તાલુકાના કોટડા ગામના 4 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ ચાંદીપરા વાયરસના લક્ષણો જણાઈ આવતાં ગોધરા સિવીલમાંં ખસેડાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવી. ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેશ મળી આવતાં જીલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયુંં છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામે રહેતી 4 વર્ષીય બાળકી માંથી શંકાસ્પદ ચાંદપરા વાયરસના લક્ષણો જણાઈ આવ્યા હતા. બાળકીને તાવ-ઝાડા-ઉલટી અને ખેંચ આવતા બાળકીને તાત્કાલીક સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને વધુ સારવારની જરૂર હોવાથી વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે રીફર કરવામાંં આવી છે અને સીટમ સેમ્પલ એકત્ર કરી એન.આઈ.વી. પુના ખાતે મોકલી આપવામાં આવી છે. પંચમહાલ જીલ્લા શંકાસ્દપ ચાંદીપરા વાયરસના કેશ સામે આવતાં પંચમહાલ જીલ્લા આરોગ્ય સફાળું જાય છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ કોટડા ખાતે પહોંચીને સાવચેતીના ભાગરૂપે એકટીવ સર્વેલન્સ વિસ્તાર જાહેર કરવામાંં આવ્યો છે. આરોગ્ય તંત્ર એલર્ટ મોડ ઉપર વાયસર વધુ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. પીએચસી દ્વારા ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી છે.