પંચમહાલ જીલ્લાના ગોધરાની જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્ર મામલે પડધા દેશભરમાં પડયા હતા. નીટ ચોરી કરવાના ષડયંત્રની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયા બાદ નીટ પરીક્ષા ચોરીના મામલે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગોધરા તાલુકા પોલીસ મથકની નીટ પરીક્ષામાં ચોરીની ફરિયાદ તપાસ રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈને નિર્ણય કરવામાં આવતા સાથે આજરોજ સીબીઆઈની પાંચ થી વધોર અધિકારીઓની ટીમ ગોધરા ખાતે સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચી હતી. જીલ્લા પોલીસવડા અને અન્ય પોલીસ અધિકારીઓ સર્કીટ હાઉસ પહોંચીને નીટ પરીક્ષા ચોરીના મામલાનો કેસ હેન્ડ ઓવર કરવામાં આવ્યો અને સીબીઆઈ દ્વારા નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રની તપાસનો આરંભ કરવામાં આવ્યો છે.
પંચમહાલ ગોધરાની જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને ચોરી કરવાના ષડયંત્રમાં ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જીલ્લા પોલીસે તેની તપાસ કરી રહી હતી પરંતુ જ્યારે નીટ પરીક્ષામાં ચોરીના મામલે તેના પડધા દેશભરમાં પડતા રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સોમવારના રોજ સીબીઆઈની ટીમ ગોધરા સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચી હતી. પંંચમહાલ જીલ્લા પોલીસવડા અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહીને નીટ પરીક્ષા ચોરીની તપાસનો કેસ સીબીઆઈને હેન્ડ ઓવર કરવામાં આવ્યો છે. નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રમાં પંચમહાલ પોલીસ દ્વારા પાંચ આરોપીઓને ધરપકડ કરી હતી અને આરોપીમા જય જલારામ સ્કુલના આચાર્યની પણ હોય અને ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કરવાના છેડા અન્ય રાજ્યો સુધી જોડાયેલ હોય અને જ્યારે સીબીઆઈને નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રની તપાસ સોંપવામાં આવી છે. જ્યારે આ નીટ પરીક્ષા મામલે વધુ મોટા ખુલાસા થવાની શકયતા છે.