ગોધરા,
ગોધરાના સાથરીયા બજાર રવિન્દ્ર ટ્રાન્સપોર્ટની ગલીમાં વ્હોરવાડના ઈસમની દુકાન માંથી સરકારની ગેરી કચેરીના સિકકાઓના દુરઉપયોગ કરતા હોય તેની તપાસ કરતી એલ.સી.બી.પોલીસ દ્વારા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બનાવના મુખ્ય ભેજાબાજ મહિર સુરેશભાઈ શાહને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો. તેવા આરોપીએ નિયમીત જામીન અરજી દાખલ કરતાં કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરવામાં આવી.
ગુજરાત રાજ્યમાં ચકચાર જગાવનાર સરકારીની ગેરી વિભાગના ડુપ્લીકેટ સર્ટીફિકેટ બનાવવાના કિસ્સાની તપાસ કરતી પંચમહાલ એલ.સી.બી. પોલીસ દ્વારા અગાઉ ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ગુન્હાના માસ્ટર માઈન્ડ એવા મિહિર સુરેશભાઈ શાહને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેવા આરોપી મિહિર શાહએ પંચમહાલ જીલ્લા એડીશનલ સેશન્સ જજ ઈ.એમ.શેખની કોર્ટમાં નિયમિત અરજી દાખલ કરતાં પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોર દ્વારા વિગતવાર દલીલો કરી પોલીસ તપાસના કાગળો રજુ કરતાં કોર્ટ દ્વારા આરોપી મિહિર શાહની નિયમિત જામીન અરજી નામંજુર કરવામાં આવી.