પંચમહાલ જિલ્લાના ઘોઘંબા અને હાલોલ તાલુકામાં 25 જુનના રોજ પવન અને કડાકા ધડાકા સાથે પડેલ વરસાદમાં આકાશી વીજળી પડવાથી બે બળદોના મોત નીપજયાં હતા.
પંચમહાલ જિલ્લામાં 25 જુનના રોજ વહેલી સવારે મેધરાજાએ ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે એન્ટ્રી મારી હતી. વીજળીના ચમકારાઓ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઘોઘંબાના પાલ્લા ગામે રહેતા રંગીતભાઈ રાઠવાના ધર આગળ બાંધેલ બળદ ઉપર આકાશી વીજળી પડતાં બળદનુ મોત નીપજતા 60 હજારનુ નુકસાન થવા પામ્યુ હતુ. જયારે હાલોલના અભેટવા ગામે રહેતા દલપતસિંહ પરમારના વડના ઝાડ નીચે બાંધેલ બળદ ઉપર વીજળી ત્રાટકતા બળદનુ મોત નીપજતા 60 હજારનુ નુકસાન થવાની જાણવા જોગ ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી હતી.