
ગોધરા,
પંચમહાલમાં ચાંપાનેર-સમલાય રેલ્વે સ્ટેશન પાસે મુંબઈથી દેહરાદુન જતી એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આગની ધટના બની હતી.
ચાંપાનેર-સમલાયા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બામાં આગની ધટનાને લઈ ટ્રેનને ઈમરજન્સીમાં રસ્તામાં થોભાવી દેવામાં આવી હતી. ટ્રેનમાં લાગેલ આગની ધટનાને લઈ ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ધટનાને લઈ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનમાં ઉપલબ્ધ ફાયર ઉપકરણોની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ટ્રેનમાં લાગેલ આગની ધટનાને લઈ રેલ્વે વિભાગના ઉચ્ચ અઘ્કિારીઓની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. આગના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
