ગોધરા, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે તમામ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી,ગતરોજ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણના વતન સાંપા ગામે અંતિમસંસ્કાર કરાયા હતાં, જેમાં મોટી સંખ્યા માં પોલીસ કર્મીઓ જોડાયા હતા, હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા બાદ નાનકડા ગામમાં અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતની ગમખ્વાર ઘટના એ 10 લોકો નો ભોગ લીધો છે.જેમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો પણ સામેલ હતાં.આ ઘટના ને 48 કલાક ઉપરાંત નો સમય વીત્યા બાદ હવે જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી તમામ મૃતકો ના મૃતદેહો ને તેમના વતન માં મોકલવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે તમામ મૃતદેહો વતને પહોંચતા જ પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે અંતિમક્રિયા હાથ ધરવા માં આવી હતી. મૃતકોમાં એક ટ્રાકીક પોલીસ જશવંતસિંહ મૂળ પંચમહાલ જીલ્લાના સાંપા ગામના હતા. જ્યાં ભારે આક્રંદ અને હૈયાફાટ રૂદન વચ્ચે જશવંતસિંહની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે જશવંતસિંહના સગાઓ હાલ કાર ચાલક તથ્ય પટેલને વહેલી તકે ફાંસીની સજા આપવા સાથે જશવંતસિંહના મૃત્યુ થઈ જવાતી પરિવાર નિરાધાર બન્યો છે અને પુત્ર પુત્રીનો લગ્ન બાકી છે. ત્યારે ઘરના કમાવતા ઘરના મોભી ગુમાવતા ઘર પરિવારનો ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલી પડશે, તો આ પરિવારના પુત્રને નોકરી આપવા પણ માંગ કરી રહ્યા છે.
સાંપા ગામના વતની જશવંતસિંહ ચૌહાણ એસજી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. નિત્યક્રમ મુજબ જશવંતસિંહ પત્ની અને બાળકોને મળી ડ્યુટી પર પહોંચ્યા હતા. જશવંતસિંહ ઇસ્કોન બ્રિજ પર ઉભા હતા. ત્યારે જ્યાં કાળ બનીને આવેલી જેગુઆર કાર ઇસ્કોન બ્રિજ પર ઉભેલા જશવંતસિંહ સહિત 10 લોકોને ભરખી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં જશવંતસિંહ ચૌહાણનું પણ ફરજ પર જ મૃત્યુ થયું છે. 53 વર્ષીય જશવંતસિંહનું મૃત્યુ થતા નાના સરખા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારે એક માત્ર કમાનારનો આધાર ગુમાવ્યો છે. મૃતક જશવંતસિંહના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પત્ની રમીલાબેન તેમજ 22 વર્ષીય પુત્ર અમુલ અને 19 વર્ષીય પુત્રી જાગૃતિ જે અમદાવાદ ખાતે રહેતા હતા. જ્યારે જશવંતસિંહના માતા-પિતા અને ભાઈ તેમના વતન પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકામાં સાંપા ગામે રહેતા હતા. જશવંતસિંહની લાડક વાળી પુત્રીના હાલ બેહાલ થયા છે. જશવંતસિંહના પુત્રી જાગૃતિ સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટ એ વાત કરી ત્યારે જણાવ્યું હતું કે, તેઓએ અમારા માટે ઘણા સંપના જોયા હતા. પરંતુ આ કાર ચાલકના કારણે તેઓના તમામ સપના તૂટ્યા છે અને નિરાધાર બન્યા છે. ત્યારે હત્યારો તથ્ય પટેલને વહેલી તકે ફાંસી આપવાની માંગ જશવંતસિંહની દીકરી કરી રહી છે, તે સાથે જ પિતા વગર કેવી રીતે જીવન જીવવાનો તેવો એક સવાલ કરી રહી છે.
ખોબા જેવડા સાંપા ગામમાં જશવંતસિંહના મૃત્યુના સમાચાર મળતા જાણે આખા ગામમાં સોપો પડી ગયો હોય તેમ ગમગીની છવાઈ ગઈ હતી. સ્પોર્ટ્સ વિલેજ તરીકે ઓળખાતા સાંપા ગામમાં જાણે માતમ છવાયો હોય તેમ આખું ગામ હિબકે ચડ્યું હતું. આજરોજ મૃતક જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જશવંતસિંહ પોલીસમાં નોકરી લાગ્યા બાદ છેલ્લા અંદાજીત 25 વર્ષ ઉપરાંતના સમયથી અમદાવાદ સ્થાયી થયેલા હતાં. સરખેજ પોલીસ સ્ટેશનમાં ઘણા વર્ષો ફરજ બજાવ્યા બાદ છેલ્લા અંદાજીત 7 થી 8 વર્ષ થી જશવંતસિંહ એસજી હાઈવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. એ જશવંતસિંહની પત્ની જણાવ્યું હતું કે, અમારા દામ્પત્ય જીવન અમારા બે બાળકો છે અને આગામી દિવસોમાં ગામમાં પાકું મકાન અને દીકરીનો લગ્ન કરવાના હતા. તેઓએ જશવંતસિંહ જોડે જ્યારે ફોન પર વાત કરી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ સવારે ઘરે આવશે પરંતુ તેઓ આ હાલતમાં ઘરે આવશે એ અમોએ વિચાર પણ કર્યો નથી. આ કાર ચાલકના કારને અમારા તમામ સપના તોડી દીધા છે અને અમોને બરબાદ કરી નોખ્યો છે. ત્યારે આ રાક્ષસને વહેલી તકે ફાંસીની જ સજા આપવાની માંગ મૃતક પોલીસ કર્મીના પત્ની કરી રહ્યા છે.