પંચમહાલના ઘોઘંબામાં મકાનની દીવાલ પડતાં યુવકનું મોત નિપજયું

પંચમહાલમાં મકાનની દીવાલ પડતાં યુવકનું મોત થયું છે. ઘોઘંબામાં મકાનની દીવાલ પડતા યુવકનું મોત થયું છે. મકાનના રિનોવેશનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હતી. શ્રમિક યુવાન પર દીવાલ પડતાં તેનું મોત થયું હતું

યુવક બીજા માળ પર કામ કરતો હતો ત્યારે તેના પર દીવાલ પડી. દીવાલ નીચે દબાઈ જતાં યુવકનું મોત નીપજ્યું હતું. ચોમાસુ આવે ત્યારે નબળા બાંધકામોના લીધે લોકોના જીવનું જોખમ હોય છે અને કોર્પોરેશન આ દિશામાં જોઈએ તેવાં પગલાં લેતું નથી.