પંચમહાલમાં વધુ મતદાન માટે અધિક કલેકટર, જીલ્લા શિક્ષણ અધિકારી, નિવૃત્ત પેન્શન મંડળની રેલી યોજી

ગોધરા,આજરોજ ગોધરા શહેરમાં લોકસભા 2024 ની ચૂંટણી નું મતદાન 7મી મેના રોજ થનાર છે, તે માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો ખૂબ જ ઉત્સાહિતી અને મોટા પ્રમાણમાં મતદાન કરે તેવા ઉમદા આશ્ય થી એક જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં પંચમહાલ જીલ્લાના અધિક કલેકટર એમ.ડી. ચુડાસમા જીલ્લા શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ તેમજ કર્મચારીઓ તથા નિવૃત પેન્શનર મંડળના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આજરોજ ગોધરા શહેરના તેલંગ સ્કૂલ કેમ્પસમાં પંચમહાલ જીલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ શિક્ષકો નિવૃત્ત કર્મચારી મંડળન નિવૃત કર્મચારી પેન્શનરોની ઉપસ્થિતિમાં એક જાગૃતિ રેલી નું આયોજન કરાયું હતું જેમાં અગામી 7મી મેના 2024 ના રોજ પંચમહાલ જીલ્લામાં મતદાન થનાર છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને લોક ખૂબ જ ઉત્સાહિતી અને મોટા પ્રમાણમાં મતદાન કરે તે માટે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું અધિક જીલ્લા કલેકટર એમ.ડી. ચુડાસમા અને શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

જેમાં તેલંગ સ્કૂલ કેમ્પસ ગોધરાથી રેલીની શરૂઆત કરી અને ગોધરાના સિવિલ હોસ્પિટલ, ચર્ચ, સેન્ટ્રલ બસ સ્ટેશન, લાલ બાગ, બગીચા, બાવાની મઢી, રામ સાગર તળાવ થઈ પરત તેલંગ સ્કૂલ કેમ્પસ રેલીનું સમાપન કરાયું હતું.