દાહોદ, પંચમહાલમાં પાનમ નદીમાં વરસાદી પાણી આવતાં રેતી ભરવા ગયેલી ટ્રકો ફસાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. હાલ આ વીડિયો વાયરલ થયો છે. પાનમ નદી દાહોદના દેવગઢ બારીયા અને પંચમહાલ જિલ્લાના સંતરોડ થઈ પસાર થાય છે. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં કેટલાક ટ્રકચાલકો પાણીમાં ફસાયા હતા. ફસાયેલા લોકોને સ્થાનિકો દોરડા વડે બહાર કાઢતા હોય એવો વીડિયો સામે આવ્યો છે જો કે અમે વીડિયો અંગે પુષ્ટિ કરતા નથી. જોકે ગોધરા તાલુકાના દહીંકોટમાંથી પસાર થતી પાનમ નદીમાં હાલ એક ટ્રક પાણીમાં ગરકાવ હોવાની વિગતો સામે આવી રહી છે.
બીજી બાજુ, પંચમહાલમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે. પંચમહાલ સહિત ગોધરા, દેવગઢબારીયા, જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે તમામ વિસ્તારોના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.
પંચમહાલમાં ધોધમાર વરસાદ બાદ નદીમાં નવા નીર વહેતા થયા છે. ભારે વરસાદને લઈને નદી બે કાંઠે વહેતી થઈ છે.પંચમહાલમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ઘોઘંબામાં ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો હતો.આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો હતો ખાસ કરીને મય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઇ, છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો હતો. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો.