પંચમહાલ જીલ્લામાં મુસ્લીમ બિરાદરો દ્વારા મોહરમની ઉજવણી કરાઈ

ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા, શહેરા, કાલોલ, હાલોલ, જાંબુધોડા તાલુકાઓમાં મુસ્લીમ બિરાદરો દ્વારા મોહરમની ઉજવણી કરાઈ.ઈસ્લામ ધર્મના સ્થાપક પયગમ્બર મુહમંદ સાહેબના દોહિત્ર ઈમામ હુસૈનની શહાદતને ચાર કરીને મુસ્લીમ સમુદાયના લોકો મોહરમ દિવસની ઉજવણી કરે છે. વાંસ અને પેપર માંથી બનાવવામાં આવેલ કલાત્મક તાજીયા સાથે ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ માનવમાં આવે છે. મોહરમ મહિનાની 10 તારીખે પયગમ્બર હઝરત મોહમદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસેન કરબલાના યુધ્ધમાં શહીદ થયા હતા. તેમણે ઈસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુધ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. જ્યારે આ યુધ્ધ સત્ય, ધર્મ, ન્યાય અને ઈન્સાનિયત માટેનું હતું.

મોહરમ પર્વની ઉજવણી કરવામાંં આવી જ્યારે દર વર્ષે મુસ્લીમ બિરાદરો ઈમામ હુસેનની યાદમાંં મોહરમની ઉજવણી કરે છે. આજરોજ પંચમહાલ જીલ્લામાં મુસ્લીમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગોધરા, શહેરા, કાલોલ, હાલોલ, જાંબુધોડા તાલુકામાં કલાત્મક તાજીયાનું ઝુલુસ નિકળ્યું હતું. મોહરમના પર્વને લઈ પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ.