પંચમહાલના મકાન માલિકો સાવધાન:પોલીસ વેરીફીકેશન વગર મકાન ભાડે આપ્યું તો ખેર નથી; એસઓજી પોલીસની કાર્યવાહીથી ફફડાટ

ગુજરાત પોલીસે એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન 13 થી 27 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ અભિયાન હેઠળ ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. જેમાં ગુજરાત પોલીસનાં આ વિશેષ અભિયાનનો હેતુ એ છે કે ભાડુઆતની નોંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે.ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા એસઓજી વિભાગ દ્વારા મકાન ભાડૂઆતની નોંધણી ચેક કરવા અંગેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મકાન ભાડૂઆત અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ-19 મકાન માલીકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના રાજ્યમા મકાન ભાડૂઆતની નોંધણી ચેક કરવા અંગેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી આર.વી. અસારી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પંચમહાલ જિલ્લામા મકાન માલીકો પોતાની મિલ્કત ભાડે આપે ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ- ગોધરા દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામાXનુ ચુસ્તપણે પાલન થાય છે કે કેમ? જે અંગે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા મકાન ભાડૂઆતોને ચેક કરી જિલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ-ગોધરા દ્વારા મકાન ભાડૂઆત નોંધણી અંગે બહાર પાડવામા આવેલું જાહેરનામાનો ભંગ કરનાર કુલ-19 મકાન માલીકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.ત્યારે આ વિશેષ ડ્રાઇવ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.