ગોધરા,
પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના કેસની સંખ્યા રોકેટ ગતિથી આગળ વધી રહી છે. તે આરોગ્ય વિભાગ એન વહીવટી તંત્ર માટે ચિંતા વધારી છે. જીલ્લામાં આજરોજ ૨૭ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે.
પંચમહાલ જીલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસમા વધારો થઈ રહ્યો છે. કોરોના નવા સ્ટેન્ડનો ભરડો વધ્યો છે. સાથે મૃત્યુ આંક પણ ચિંતા ઉપજાવે તેમ છે. વધતા જતાં કોરોના સંક્રમણને ધટાડવા માટે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે. સાથે કોરોના વેકસીન માટેની કામગીરી તેજ બનાવી છે. પંચમહાલ જીલ્લામાં બીજા તબકકામાં કોરોાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. તેમાં પણ ગોધરા શહેરમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજરોજ પંચમહાલ જીલ્લામાં ૨૭ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. તેમાં ગોધરા શહેર ૨૦ જેટલા કેસ નોંધાયા છે. તે ચિંતા વધારી રહી છે. જીલ્લામાં છેલ્લા દિવસોમાં કોરોના કેસ જે રીતે વધ્યો છે. જેને લઈ સક્રિય કેસની સંખ્યા ૨૨૦ થવા પામી છે. જ્યારે આજરોજ ૩૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. જીલ્લા સહિત ગોધરામાં વધતા જતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લોકો પોતાની જાતે જાગૃતા કેળવે તે જરૂરી છે. કામ વગર બહાર ન નિકળવું તેમજ માસ્ક અવશ્ય પહેરીને પોતાના તેમજ પરિવારને કોરોના સંક્રમણ થી બચાવા પ્રયત્ન કરે તે જરૂરી છે.
પંચમહાલ જીલ્લામાં નોંધાયેલ કેસ.
- ગોધરા – ૨૦
- ગોધરા ગ્રામ્ય – ૦૧
- હાલોલ – ૦૩
- કાલોલ – ૦૨
- મોરવા(હ)-૦૧
- સક્રિય કેસ – ૨૨૦
- રજા – ૩૨
ગોધરા શહેર અને તાલુકાના ક્ધટેઈન મેન્ટ વિસ્તાર (કલસ્ટર વિસ્તાર)માં સંક્રમિતોની સંખ્યા….
વૃંદાવન નગર-૩૧, ઝુલેલાલ સોસાયટી-૧૫, મધુવન સોસાયટી(ચંદનબાગ) -૦૬, દડી કોલોની – ૧૩, નાલંદા સોસાયટી-૧૦, સબજેલ વિસ્તાર – ૦૬, તીર્થવીલા સોસાયટી -૦૫, બામરોલી રોડ વિસ્તાર – ૧૯, મારૂતીનગર સોસાયટી – ૧૫, શ્રધ્ધારાજ ટેનામેન્ટ ,ઉત્સવ બંગલો – ૧૬, સર્વોદય સોસાયટી – ૦૬, વ્હોરવાડ-૦૪, રામકૃષ્ણ સોસાયટી – ૧૫, રમણપાર્ક – ૦૮, સાંઈબાબા નગર – ૧૫, સાંપારોડ વિસ્તાર – ૧૧, દિપાલી સોસાયટી(હીલપાર્ક) – ૧૫, સૂર્યવિલા – ૦૮, આશીષનગર-૦૩, સંસ્કાર નગરી-૦૭, દયાલનગર-૧૫, વાંસીયા ગામ- ૧૨, ઈન્દ્રપ્રસ્થ સોસાયટી-૦૯, ભગવતનગર-૧૩, શેઠવાડા ટેનામેન્ટ-૧૧, ગાયત્રી નગર-૧૨, શાંતિકુંજ સોસાયટી-૦૭, વિનાયક નગર – ૦૯, જૈન સમ્રાટ નગર-૦૮, જાફરાબાદ વિસ્તાર-૧૮, સરદા પટેલ નગર-૦૮, રેલ્વે કોલોની-૦૯, વસંત વિહાર-૦૬, મહાવીર જૈન સોસાયટી-૦૩, ભુરાવાવ ચોકડી-૦૮, પ્રભાકુંજ સોસાયટી-૦૭, રાધાકૃષ્ણ નગર-૦૯, કડીઆવાડ-૦૩, વાવડી ગામ-૦૯, સંસ્કાર નગરી-૦૮, ભામૈયા ગામ-૦૮, રોયર રેસીડન્સી-૦૯, રાણા સોસાયટી-૦૮, મહાવીર નગર-૦૭, હૈદરી સોસાયટી-૦૮, ઉત્સવ પાર્ક (વાવડી બુઝર્ગ)-૦૮, સુદર્શન સોસાયટી-૦૮, કનેલાવ રોડ – ૦૬, સુભાષ પાર્ક -૦૭.