ગોધરા,
પ્રમુખ ચારણ શક્તિ સમાજ, વડોદરા દ્વારા સમાઘોઘાના ચારણ સમાજના યુવાનો પર પોલીસ દ્વારા અમાનુષી અત્યાચારના વિરોધ બાબતે પંચમહાલ જીલ્લાના આગેવાનો એ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવવાનું હતું કે, સમાઘોઘા, તા.મુન્દ્રાના બે નિર્દોષ ચારણ યુવાનો પર પોલીસ ખાતા દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતારેલ છે. જેમાં બે યુવાનોનું મૃત્યુ થયેલ છે . આ ઘટનાનો ચારણ શક્તિ સમાજ , વડોદરા ઘોર વિરોધ દર્શાવે છે અને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે . લોકશાહીમાં આવી ઘટના કલંક સમાન છે . સડવાયેલા ગુનેગારોને સત્વરે પકડી કડકમાં કડક સજા કરવામાં આવે અને મૃતક યુવાનોના પરિવારને ન્યાય આપવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. ટુંક સમયમાં જો આરોપીઓને પકડી સજા કરવામાં નહીં આવે તો ચારણ શક્તિ સમાજ, વડોદરા ગાંધી ચીંધ્યા માર્ગે ન્યાય માટે આંદોલન કરવાની ફરજ પડશે. આથી લાગણીને ધ્યાનમાં લઇ સત્વરે પગલાં ભરવા અમાટે પંચમહાલ જીલ્લાના પ્રમુખ દાદુભાઈ વી ગઢવી સહિતના આગવાનો એ માંગ કરી હતી.